તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:વાપી ગ્રીનની બોર્ડ બેઠકમાં 10 કરોડ ઉઘરાણીનો મુદો ગાજશે, 7 સપ્ટેમ્બરે ગાંધીનગર ઉદ્યોગભવનમાં બોર્ડ બેઠક મળશે

ઓલપાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાપી ગ્રીન એન્વાયરોના બે ડિરેકટરો અને પૂર્વ ડિરેકટરે કેટલાક ઉદ્યોગપતિઓ પાસે સીઇટીપીમાં વધુ ડિસ્ચાર્જની મંજુરીના નામે 10 કરોડ ઉઘરાણી પ્રકરણની ચર્ચા વચ્ચે આગામી 7 સપ્ટેમ્બરે મળનારી બોર્ડ બેઠકમાં થશે. વાપી સીઇટીપીમાં વધુ ડિસ્ચાર્જની મંજુરીના નામે ગ્રીન એન્વાયરોના બે ડિરેકટરો અને પૂર્વ ડિરેકટરે ઉદ્યોગકારો પાસે 10 કરોડની ઉઘરાણીનો મુદો હવે શાંત થઇ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. તપાસ કમિટિના બી.આર.નાયડુએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે મારી જૈન સાથે વાત થઇ છે.

એક-બે દિવસમાં વીસીએમડી સમક્ષ રિપોર્ટ સબમિટ થશે. કેટલાક ઉદ્યોગપતિઓના મતે ઉઘરાણા પ્રકરણમાં કોઇ પુરાવો જ નથી. જયારે અમુક ઉદ્યોગપતિઓના મતે ગેરરીતિ થઇ છે જે વાત સાચી છે. આ પ્રકરણમાં કોઇ સામે આવીને બોલવા તૈયાર નથી. જેથી હવે વીસીએમડી પર સૌની નજર મંડાયેલી છે.

તો બીજી તરફ 7 સપ્ટેમ્બરે ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં બોર્ડ બેઠક મળનાર છે. જેમાં ઉઘરાણા પ્રકરણની વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે. આ સાથે ચાર ડિરેકટરોની ચૂંટણી અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે. જેથી આગામી 7 સપ્ટેમ્બરે યોજાનારી બોર્ડ બેઠકમાં શું નિર્ણય લેવાઇ છે તેના પર સૌની નજર છે. જેથી બહુ ગાંજેલા 10 કરોડ પ્રકરણમાં નવો વળાંક આવશે કે પછી ધીના ઠામમાં ધી પડી જશે તે જાવુ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...