તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઉમરામાં અદાવતમાં ફરિયાદી પર કાર ચઢાવી મારી નાખવાની ધમકી

ઓલપાડ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હેરાન કરનાર છેડતીના કેસમાં ફસાવી દેવા ધમકી આપતો હતો

ઉમરા ગામે સાઈ આંગનમાં રહેતો ઇસમ કાર લઈને જોરથી હોર્ન મારી લોકોને હેરાન કરવાની વાતે સોસાયટીના રહીશે પોલીસમાં અરજી આપતા અદાવત રાખી ફરિયાદી પર કાર ચઢાવી જાનથી મારી નાખવા અને સોસાયટીના રહીશોને છેડતીના ખોટા કેસમાં ફસાવવા ધમકી આપવાની વાતે પોલીસે ગુનો નોધાયો હતો. ઉમરામાં આવેલી સાઈ આંગન સોસાયટીમાં રહેતા ગોરધનભાઈ નાકરાણી (82એ 9 ફેબ્રુઆરીએ પૌત્રને શુભવિલા સોસાયટી ખાતે ટ્યુશનમાં પરત લેવા જતાં તેમની સોસાયટીમાં રહેતો અરવિંદ માલવિયા શુભવિલા સોસાયટીના ગેટ પાસે કાર લઈને આવી અચાનક ગાળો બોલવા સાથે ધમકી આપતા કહેલું કે “મારી પાસે કાર છે તે હું તને ઠોકી નાખીશ” અને અત્યારે હું સાયણ જાવ છું હિંમત હોય તો આવી જજે. તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સાથે કહેલ કે તમે સોસાયટીના માણસો બહુ ફાટી ગયેલા છો તેમ જણાવી રહીશોને છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અરવિંદ માલવિયા હોર્ન વગાડી રહીશોને પરેશાન કરતો હોવાથી આ બાબતે ગોરધનભાઈ નાકરાણીએ પોલીસમાં અરજી આપતા અદાવત રાખી અરવિંદે કાર ચઢાવી જાનથી મારી નાખવાની અને લોકોને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાની વાતે પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો