તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરતે મળેલી બાતમી મુજબ સાયણના મહાદેવનગર ખાતે મહિલાએ ઘરમાં દારૂ સંતાડેલો હોઈ પોલીસે રેડ કરતા રસોડામાં સંતાડેલો દારૂ મળી આવ્યો હતો. મહિલાની અટક કરવા સાથે દારૂ મંગાવનાર મહિલા બુટલેગર સાથે તેને મદદગારી કરનારને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી કરી હતી.
સાયણ મહાદેવનગરમાં મહિલાએ દારૂ મંગાવી ઘરમાં છુપાવ્યો હોવાની ઓપરેશન ગ્રુપ સુરતને મળેલી બાતમીના આધારે રેડ કરતા સોનલબેન ચૌહાણએ માળીયામાં દારૂ મળી આવતા પોલીસે 268 નંગ બોટલ કિંમત 67,100 કબજે લેવા સાથે દારૂ ક્યાંથી અને કોની પાસે લાવેલા તે બાબતે પૂછતા સોનલબેન ફતેહસિંહ ચૌહાણએ ગીતા પટેલના ઘરમાં ભાડે રહેતી હોય. ઘર માલિક ગીતા પટેલે દારૂ લાવી સોનલના ઘરમાં સંતાડેલો હોવાનું જણાવ્યું હતુ. મોપેડ પર ગીતા દારૂ લઈને આવતા સોનલના પતિ ફતેહસિંહ રામસિંહ ચૌહાણએ દારૂ સંતાડવામાં મદદગારી કરતા પોલીસે ગીતા પટેલ અને ફતેહસિંહ ચૌહાણને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.