તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ધંધાની અદાવત રાખી દુકાનદારને ફસાવવા દુકાનમાં અફીણ મુકી જનારા બે ઝડપાયા

ઓલપાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઓલપાડમાં છગનલાલ ખટીકે અફીણ મંગાવી કલ્પેશ ઉર્ફે ડામર થકી કબાટમાં મુકાવ્યુ હતુ

ઓલપાડ ટાઉનમાં ફર્નિચરની દુકાનના માલિક સાથે ધંધાકીય અદાવતમાં ઝઘડો થતા તેને ખોટા કેસમાં ફસાવવા મહારાષ્ટ્રથી અફીણ મંગાવી મજૂર સાથે ફર્નીચરની દુકાનમાં મુકાવ્યુ હતુ. બાદમાં પોલીસને જાણ કરી હતી. તપાસમાં અફીણ મંગાવનાર અને મુકનાર પોલીસના હાથે ઝડપાયા હતા, જયારે અફીણ આપનારને વોન્ટેડ જાહેર કરાયો છે.

ઓલપાડમાં એસ.એસ. લકઝરી ફર્નીચરની દુકાનમાં અફીણનો મોટો જથ્થો હોવાની સુરત ગ્રામ્ય એસ.ઓ.જીને મળેલી બાતમીના આધારે પોલીસે રવિવારે સવારે ફર્નીચરની દુકાને આવી દુકાન માલિક મોહમ્મદ હુસેન રફીક મોહમ્મદ રંગરેજની પૂછતાછ કરી હતી. તપાસ કરવાનું જણાવી પોલીસે એસ.એસ.ફર્નીચરની દુકાનમાં જડતી કરતા લોખંડના કબાટમાંથી પ્લાસ્ટિકના ડબ્બામાં અફીણના રસનો જથ્થો મળી આવ્યો હતો. મહોમ્મદ રંગરેજને પૂછતા અફીણ તેણે મંગાવેલ નથી.

પોલીસ તપાસ દરમિયાન મોહમ્મદ રંગરેજે આપેલી મહિતી મુજબ 5 ડિસેમ્બરે સાંજે બેથી ત્રણ ગ્રાહકો ફર્નિચર ખરીદવા આવેલા ત્યારે ઓલપાડનો કલ્પેશ ઉર્ફે લાલુ ઉર્ફે ડામર છનાભાઈ રાઠોડ (33) (શાસ્ત્રી વિદ્યાલય સામે, ઓલપાડ) આવેલ હોઈ જેણે કબાટ ખોલીને જોયેલો. જયારે કલ્પેશ ઉર્ફે લાલુ ઉર્ફે ડામર રાઠોડ છગનલાલ ખટીક (40) (રહે ઓલપાડ)ને ત્યાં મજૂરી કરતો હોય. જયારે મોહમ્મદ રંગરેજ સાથે છગનનો ધંધાકીય ખટરાગ હોય જે બાબતે ચાર મહિના પહેલા ઝઘડો થતા છગને મોહમ્મદને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. એસ.ઓ.જીની ટીમે કલ્પેશ ઉર્ફે લાલુ ઉર્ફે ડામર છનાભાઈ રાઠોડને તેના ઘરેથી પકડી વધુ તપાસ કરી રહી હતી. ત્યારે તેના મોબાઈલ પર છગન ફોન કરતા તે ઓલપાડ કીમ રોડ પર રેસ્ટ હાઉસ પાસે ઉભેલો હોવાનું જણાવતા પોલીસે છગનને આબાદ ઝડપી સઘન પુછતાછ કરતા અફીણ વજન 176 ગ્રામ કિંમત 17600 મહિના પહેલા ટેમ્પો ડ્રાઈવર વિજય મરાઠી રહે ધુલિયા મહારાષ્ટ્ર પાસેથી મંગાવી પ્લાસ્ટિકના ડબ્બામાં રાખી કલ્પેશ ઉર્ફે લાલુ ઉર્ફે ડામર છનાભાઈ રાઠોડ પાસે દુકાનનાં કબાટમાં મુકાવી રેડ કરવા પોલીસને બાતમી આપી હતી.

ગ્રામ્ય એસ.ઓ.જીએ છગન ખટીક અને કલ્પેશ ઉર્ફે લાલુ ઉર્ફે ડામર રાઠોડને પકડી પાડી 17,600નો અફીણ સાથે 3 મોબાઈલ કિંમત 17000 તથા રોકડા 3400 કાર GJ-05, JH-5534ની કિંમત 2,50,000 મળી કુલ 2,88,000નો મુદ્દામાલ કબજે કરી એફ.એસ.એલની મદદ મેળવી વધુ તાપસ કરવા સાથે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પોલીસે 11 પાનાની એફઆઈઆર તૈયાર કરી
અફીણ હોવાની બાતમી મળતા સતર્ક થયેલી સુરત ગ્રામ્ય પોલીસ તપાસ કરવામાં અને ગુનો નોધવાની બાબતે કોઈ ચૂક રાખવા માંગતી ન હતી. જેથી પોલીસે બાતમી મળી ત્યાંથી લઈને તપાસણી તમામ નાની નાની બાબતો અને કામગીરીની ઝીણવટ ભરી નોધ કરવા સાથે તમામ પ્રકારે કાયદેસરતાને ધ્યાને રાખી કાયદાનું પાલન કરી કામગીરી કરવા સાથે મુદ્દામાલ અને આરોપીને ઝડપી પાડવા સુધીની કામગીરી બાબતે 11 પાનાની એફ.આઈ.આર તૈયાર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો