અકસ્માત:ટ્રકે મોપેડને અડફેટે લેતા બે પિતરાઇ ભાઈને ગંભીર ઇજા

ઓલપાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાયણમાં બનેલી અકસ્માતની ઘટનામાં ટ્રકમાં ફસાયેલી મોપેડ. - Divya Bhaskar
સાયણમાં બનેલી અકસ્માતની ઘટનામાં ટ્રકમાં ફસાયેલી મોપેડ.
  • ગોજારા બનેલા સાયણ બ્રીજ પર વધુ એક અકસ્માત
  • બંને ભાઇઓને સારવાર માટે સુરત લઈ જવાયા

સાયણ મુખ્ય માર્ગ પર રહેતા પરિવારના બે પિતરાઇ ભાઈ મોપેડ લઈને ઘરના કામ અર્થે સાયણ બજારમાં આવતી વખતે સામેથી આવતી હાઇવા ટ્રકના ચાલકે મોપેડને અડફ્તે લઈને દૂર સુધી ઘસડીને લઈ જવા સાથે સામેથી આવતી ઇકો કાર સાથે અથડાવતા થયેલા ચોકાવનારા અકસ્માતમાં મોપેડ પાછળ બેઠેલા માસુમાં બાળકના બન્ને પગ કચડાવા સાથે ચાલકને ગંભીર ઇજા થઇ હતી.

સાયણ રેલ્વે ઓવરબ્રીજ પર છાશવારે જીવલેણ અકસ્માત થવાની બનતી આવેલી ઘટના બાદ હવે બ્રીજ સાથે જોડતા ઓલપાડ સાયણ મુખ્ય માર્ગ પર પ્રસાર થતાં વાહન ચાલકોને અડફ્તે લઈને અકસ્માત કરવાની ઘટનાઓ બની રહી છે.

ત્યારે રવિવારની સવારે 11 વાગ્યાના અરસામાં ઓલપાડ સાયણ રોડ સહયોગ સોસાયટીના નાકે રહેતા મુલતાની પરિવારના બે પિતરાઇ ભાઈઓ અમન અસલમ મુલતાની ઉ.વ 19 અને નવાજ ફિરોજ મુલતાની ઉ.વ 15 એ પોતાની નવી મોપેડ લઈને ઘરના કામ માટે સાયણ બજાર તરફ આવતી વખતે સાયણ રેલ્વે ઓવરબ્રીજના હાઇસ્કૂલ તરફના નાકે પહોચતા આવખતે સાયણ રેલ્વે ઓવરબ્રીજ પરથી આવતી હાયવા ટ્રક નંબર GJ-05, BX-9126 ના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ઘુમાવી મોપેડને અડફ્તે લેવા સાથે દૂર સુધી ઘસડી લઈ જઈ સામેથી આવતી ઇકો કાર સાથે મોપેડ ને અથડાવી ત્રિપલ અકસ્માત કરેલો.

જયારે હાયવા ટ્રકના ચાલકે કરેલા અકસ્માતમાં મોપેડ પર સવાર નવાજ મુલતાની ના બન્નેવ પગ કચડાઈ જવા સાથે ચાલક અમનને ગંભીર ઇજાઓ થતાં લોક ટોળું ઘટના સ્થળે ધસી આવી અકસ્માત કરનાર ટ્રક ચાલક અને ક્લીનર ટ્રક મૂકીને ભાગી જવાની કોસીસ કરતાં તેઓને પકડી પાડી પોલીસને હવાલે કર્યા હતા. અત્રે ઉલેખનીય છે કે સાયણ રેલ્વે ઓવરબ્રિજ બાદ હવે સાયણ ઓલપાડ મુખ્ય માર્ગ પર જીવલેણ અકસ્માત થવાની બની રહેલી ઘટના સાથે જ રવિવારે સવારે મોપેડ અને હાયવા ટ્રક અકસ્માતની ઘટનાને પગલે ગ્રામજનોમાં રોસની લાગણી ફેલાયેલી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...