તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંગ્રેજોને સારા કહેવડાવે તેવું નફ્ફટ તંત્ર:1930થી ચાલતી પ્રથા તૂટશે : દાંડીયાત્રા માટે ઉમરાછીમાં પુલ ન બનાવાતા યાત્રીઓએે હોડીમાં બેસી નદી પાર કરવી પડશે

ઓલપાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
દાંડી યાત્રા માર્ગનો ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામથી સુરત જિલ્લામાં પ્રવેશ કરાવવા કિમ નદી પર થઈ રહેલી તૈયારીઓ. - Divya Bhaskar
દાંડી યાત્રા માર્ગનો ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામથી સુરત જિલ્લામાં પ્રવેશ કરાવવા કિમ નદી પર થઈ રહેલી તૈયારીઓ.
 • દરવખતે દાંડીયાત્રા માટે કીમ નદી પર બનાવાતો વાંસનો પુલ આ વખતે જોવા નહીં મળે

28 માર્ચ 1930 ના રોજ મહાત્મા ગાંધી સાથે દાંડી યાત્રીઓ હાંસોટ તાલુકાના માંગરોલ થી ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે પહોચવા માટે કીમ નદી પરથી પસાર થવા માટે વાંસનો કાચો પુલ બનાવ્યો હતો. ત્યાર બાદ 2020 સુધી જેટલી પણ દાંડી યાત્રા થઈ ત્યારે કીમ નદી પર વાંસનો કાચો પુલ બનાવાયો છે.

પરંતુ આ વખતે 2021માં આઝાદીના અમૃત વર્ષના ભાગરૂપ નીકળેલી દાંડી યાત્રા 28 માર્ચના સાંજે ઓલપાડ તાલુકાના કીમ નદીના કાંઠે આવેલ ઉમરાછી ગામેથી સુરત જિલ્લામાં પ્રવેશ કરશે. પરંતુ આ વખતે કામચોર તંત્ર 1930થી ચાલતી પરંપરાની વિપરિત જઇ દાંડી યાત્રામાં જોડાયેલા લોકોને નદી પાર કરવા માટે પુલ બનાવવાની જગ્યાએ નાવડીનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે.

જે કામગીરીના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રે ઉમરાછી ગામે આવેલ કીમ નદીના સામે કિનારે દાંડી યાત્રીઓને નદી ના કિનારા સુધી આવાની કામગીરી પૂર્ણ કરી છે. અને યાત્રીઓને નાવડીમાં બેસાડી નદી પાસ કરાવવાનું આયોજન કર્યું છે.

અમે અધિકારીઓનું ધ્યાન દોર્યું, છતાં તેઓએ અનદેખી કરી
1930 થી આજદિન સુધી તમામ દાંડીયાત્રા વખતે કીમ નદી પર વાંસનો કાચો પુલ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં ગ્રામજનો અને ગ્રામપંચાયત પણ સહકાર આપતી આવી છે. ત્યારે હાલ પણ આ કામગીરી કરવા માટે અમે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું છે. છતાં અમારી રજૂઆત ધ્યાને લેવાઈ નથી આટલું જ નહી પણ દાંડી યાત્રીઓને રાખવા સહિતની અન્ય કામગીરીઓ કરવા માટે પણ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પોતાની જવાબદારી નથી નિભાવી રહ્યા. : વિરેન્દ્ર સેવાણીયા, ઉમરાછી સરપંચ

દાંડી યાત્રા હેરીટેજ માર્ગ જાહેર કર્યાના વર્ષો બાદ પણ પુલ ન બન્યો
જયારે જયારે દાંડીયાત્રા આવી છે ત્યારે ત્યારે મોટો ખર્ચ કરી કીમ નદી પર વાંસનો પુલ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. જયારે સરકારે દાંડી યાત્રા માર્ગને હેરીટેજ જાહેર કર્યો ત્યારે કીમ નદી પર પાકો મોટો પુલ બનાવવાની ગ્રામજનોને આશા જાગી હતી. જો કીમ નદી પર પુલ બને તો ખેડૂતો માટે પણ તે આશીર્વાદ રૂપ સાબિત થાય તેમ છે જયારે દાંડી યાત્રા હેરીટેજ માર્ગ જાહેર કર્યાના વર્ષો બાદ પણ પુલની કામગીરી નથી થઈ એ દુખની બાબત છે. તંત્રએ આ બાબતે કામગીરી કરવી જોઇએ. : હરેન્દ્રસિંહ બારડ, જાગૃત નાગરિક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો