ધરપકડ:બાઈક ચોરીના ત્રણ રીઢા આરોપીને દેલાડ પાટીયાથી દબોચી લેવાયા

ઓલપાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં સાયણના ગુરૂવારી બજારમાંથી ચોરેલી બાઇક રિકવર

ઓલપાડ પોલીસ મથકના કાર્યક્ષેત્રની સાયણ આઉટ પોલીસ ચોકીના જમાદારે બાઈક ચોરીના ત્રણ રીઢા લબરમુછીયા આરોપીઓને દેલાડ પાટીયાથી દબોચી લીધા છે.જયારે પોલીસે આ ગુનામાં ચોરી કરેલ બાઈક સહિત કુલ રૂપિયા 33500 નો મુદ્દામાલ કબજે લઈ ત્રણે લબરમુછીયા ઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

વિગત મુજબ સાયણ આઉટ પોલીસ રવિવારે પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી બાતમી મુજબ ઓલપાડ તાલુકાના દેલાડ પાટીયાથી ત્રણ ઇસમો ચોરી કરેલ નંબર વગરની મોટર સાયક્લ પરથી પસાર થનાર છે.આ બાતમીના પગલે પોલીસ ટીમે દેલાડ પાટીય પાસે વોચમાં ગોઠવી હતી.તે દરમ્યાન દેલાડ ગામ તરફથી દેલાડ ચાર રસ્તા તરફ ત્રણ ઇસમો નંબર પ્લેટ વગરની એક મોટર સાયકલ ઉપર સવાર થઈ આવી રહ્યા હતા,ત્યારે બાઈક ચાલકને ઘેરી મોટર સાયકલના દસ્તાવેજી પુરાવાઓ માંગતા આપી શક્યા ન હતા.જેથી પોલીસે કબજાવાળી બાઈકની ઉલટ તપાસ કરી ત્રણે શખ્સોની કડક પૂછપરછ કરતા તેઓએ કબુલાત કરી હતી કે,આજથી સાતેક દિવસ પહેલાં અમોએ આ હોન્ડા સાઇન મોટરાસાયકલ સાયણ ટાઉનમાં ભરાતી ગુરૂવારની બજારમાંથી ચોરી કરી હતી.

પોલીસે નંબર વિનાની કબજે કરેલ બાઈકના ચેસીસ નંબરના આધારે એપ્લીકેશનમાં સર્ચ કરી આ બાઈકના માલિકને પણ શોધી કાઢ્યો હતો. જેથી પોલીસે બાઈક માલિક પાસેથી રૂપિયા 30000 ની કિંમતની બાઈક ચોરીની ફરિયાદ લઈ ત્રણે વિરૂધ્ધ બાઈક ચોરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જયારે પોલીસે આ ગુનામાં હોન્ડા સાઇન મોટર સાયકલ તથા રૂ.3500 ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 33500 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

પોલીસે ઝડપેલા બાઈક ચોરીના ત્રણ આરોપી

  • ફૈઝલ હનીફ મુલતાની, રહે: સાયણ
  • સુરજ અયોધ્યા પ્રસાદ પાંડે : સાયણ
  • નૈતિક સુનિલ મહંત : સાયણ
અન્ય સમાચારો પણ છે...