ક્રાઇમ:ઓવરટેક કરવા બાબતે માર મારી જાનથી મારી નાખવા ધમકી

ઓલપાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અટોદરા પાટીયાથી પસાર થતાં 4 ઈસમોની ધમાલ

ઘટના ની હકીકત મુજબ કલ્પેશભાઇ ભીખુભાઇ આહીર (30) ધંધો- વેપાર (રહે. સાંધિયેર ગામ જદુરામ સોસાયટી તા.ઓલપાડ) ગઇ કાલ તા.10/6/2021ના સરોલીથી સાંધીએર ઘરે જતો હતો તે વખતે સાંજના છ એક વાગ્યે અટોદરા ગામના પાટીયા પાસે પહોંચેલ તે વખતે એક સફેદ કલરની આઇ 20 કાર નં. (GJ-05-RG-2090)ના ચાલકે ઓવરટેક કરવા બાબતે અમારી સાથે બોલાચાલી કરી મારી તથા મારી પાછળ બીજી કારમાં આવતા મારા સંબંધી ભાઇ વિજયભાઇ ધનાભાઇ આહીર સાથે બોલાચાલી ઝપાઝપી કરી તેણે ફોન કરી બીજા માણસો બોલાવી આ કાર ચાલક તથા બીજા ત્રણ અજાણ્યા ઇસમોએ કલ્પેશ આહીરને માર મારતા તેનો સંબંધી ભાઇ વિજયભાઇ આહીરને છોડાવવા વચ્ચે પડતા જીતેન્દ્રભાઇ ભીખુભાઇ આહીર તથા ધનાભાઇ ગોપાળભાઇ આહીર સાથે ઝપાઝપી કરી ઢીક મુક્કીનો માર મારી ધનાભાઇ ગોપાળભાઇ આહીરને ડાબા હાથની અનામીકા આંગળીમાં ફેક્ચર કરી કલ્પેશને જાનથી મારી નાંખવાની ધમકી આપી આઇ 20 કારના ચાલક તથા બીજા ત્રણેક અજાણ્યા ઇસમો ભાગી છૂટતા તેમના વિરુદ્ધ ઓલપાડ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...