વિશ્વ મહિલા દિવસ વિશેષ:કોલેજમાં પ્રોફેસર અને ગામમાં સરપંચ બન્ને જવાબદારીમાં અવ્વલ આ મહિલા

ઓલપાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકિતા પટેલ મલગામાના સરપંચ બનતા જ ગામની પાણીની સમસ્યા ઉકેલવામાં સફળ

મહિલા સરપંચ માટે સરપંચ એટલે “સરપંચ નહીં પણ નીચેથી ઊંચે સુધીનું કામ કરે તે સરપંચ” આવી વ્યાખ્યા આપતા ડો.અંકિતાબેન પટેલ કે જેઓ ઓલપાડ તાલુકાના છેવાડાના નાના ગામના સરપંચ હોય, જેમણે સરપંચ બનવા પહેલા ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યાએ સાહસે ઉકેલી લોક ચાહના મળેવી હતી, કોલેજના મહિલા પ્રોફેસર હવે પંચાયતનો વહીવટ કરતા થયા છે. ઓલપાડનું તાલુકા મથકથી 18 કિલોમીટરના અંતરે આવેલું અને 1200ની વસ્તી ધરાવતું મલગામા ગામ કે જ્યાં પાયાની સુવિધાના અભાવે ગ્રામજનો પારાવાર મુશ્કેલી વેઠતા હતા.

ગ્રામજનો લોક ઉપયોગી અને વિકાસના કામોથી વંચિત રહેવાનું ગામના યુવક કે જે વર્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ મહારાષ્ટ્રના પ્રોડક્ટ મેનેજર હોય, તેને ધ્યાને આવતા તેમને ગામમાં શિક્ષિત અને જાગૃત સરપંચ ચૂંટાઈ આવે તેવો વિચાર આવ્યો હતો. ગામમાં સરપંચની ચૂંટણીમાં મહિલા સરંચની બેઠક આવતા તેઓએ ખુદ પત્ની ડો. અંકિતા મહેશભાઈ પટેલ કે જેઓ અંગ્રેજી સાહિત્યમાં મહિલાઓના મનોવિજ્ઞાનના વિષયમાં પી.એચડી થયા હોય, હાલ સુરતની ટી.આર.બી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હોય તેમને ઉતારવાનો નિર્ણય કર્યો હતો.

ત્યારે મલગામા ગામમાં સરપંચની ચૂંટણી હોય ચૂંટણીના થોડા દિવસ પહેલા ગામમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ. ગામમાં પીવાનું પાણી સુરત તાપી નદીથી વરિયાવ જૂથ યોજના થકી આવતું હોય કોઈક ટેક્નિકી ખરાબીને લઈને ચાર દિવસથી પાણી ન આવતા ગ્રામજનો મોટી મુશ્કેલીમાં હતા ત્યારે ડો.અંકિતાબેનને થતા તેમણે પતિ મહેશભાઈ પટેલ સાથે મળી યુવાનોના સહકારથી મહેનત કરી પીવાના પાણી માટે ટેન્કરની સુવિધા થકી ગામમાં પાણી લાવી લોકોના ઘરે ઘરે પાણી પહોંચાડી સરપંચ પહેલા જ ગ્રામજનોની સમસ્યા ઉકેલી હતી.

અંતે ગ્રામજનોનો આગ્રહ અને તેમની લાગણીને માન આપી ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે દાવેદારી નોંધાવી બહુમતીએ વિજેતા થયા. મલગામા ગામના ઇતિહાસમાં પ્રથમ વખત શિક્ષિત મહિલા સરપંચ તરીકે ચૂંટાતા ગ્રામજનોને પણ સમસ્યાનો ઉકેલ આવવા સાથે ગામનો સાચો વિકાસ થવાની આશા જાગી.

ડો.અંકિતાબેન પટેલએ પંચાયતનો સરપંચ તરીકે ચાર્જ સંભાળતાં ધ્યાને આવ્યું કે નજીકના ગામમાં કાર્યરત એક કંપની સુરત તાપી નદીથી પાઈપલાઈન થકી પાણી લઈ જતી હોય તે પાઇપલાઇનમાં લીકેજ હોય જેમાંથી મોટાપાયે પાણીનો વ્યય થતો હોય જે પાણી ગ્રામજનો માટે ઉપયોગી બનાવવા નજીકમાં એક તળાવ બનાવી તેમાં પાણીનો સંગ્રહ કરી વેસ્ટ જતું પાણી ગ્રામજનો માટે ઉપયોગી બનાવ્યું.

સુરતથી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ ફરજ બજાવતા અંકિતાબેન પટેલ એ વહેલી સવારે કોલેજ પર નોકરીએ જઈને બપોરે ઘરે આવી તેમના 5 વર્ષના દીકરાને જમાડી રોજ 1થી પાંચ એટલે ચાર કલાક પંચાયતમાં સમય આપી ગામના વિકાસના અને પંચાયતને લગતા કામો કરે છે.

હવે આરોગ્ય લક્ષી સુવિધા કાર્યરત કરીશું
મલગામા ગામમાં પાણીની સમસ્યા સાથે બીજી મહત્વની સમસ્યા એ કે આજદિન સુધી આરોગ્ય લક્ષી કોઈ સુવિધા ન હોય ગ્રામજનોએ બીમાર થતાં બીજા ગામમાં અથવા સુરત સારવાર લેવા જવું પડે છે. ત્યારે ગામમાં આરોગ્ય લક્ષી સુવિધા ઉભી કરવા સુરતના એક ડોકટરે તૈયારી બતાવતા ગામમાં હંગામી ક્લિનિકની સુવિધા થકી નજીકના દિવસમાં આ સમસ્યાનો પણ ઉકેલ આવી જશે. - ડો. અંકિતા પટેલ, સરપંચ

અન્ય સમાચારો પણ છે...