મારામારી:‘આ રસ્તો તમારા બાપનો નથી’ કહી જાતિ વિષયક અપશબ્દો બોલી ચાર પર હુમલો

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયણમાં માતાની મૂૃર્તિ વિસર્જન વેળા મારામારી
  • માર મારવાની​​​​​​​ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધવામાં આળસ કરતા આરોપી ભાગી છૂટ્યા

માતાજીની મૂર્તિ સાથે નીકળેલી વિસર્જન યાત્રામાં નાચતા યુવકોને રોડની બાજુપર નાચવાનું કહેતા સામાન્ય બાબતે પરપ્રાંતીય ઈસમોના ટોળાએ લાકડાના ફાટક લઈને પતિ પત્ની સાથે અન્ય બે યુવક મળી ચાર લોકોને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે જાતિવિષયક અપમાનજનક અપશબ્દો બોલી ભાગી જવાની ઘટનાના બે દિવસ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગત તારીખ 15 ઓક્ટોબરની સાંજે જીતુભાઇ રબજીભાઈ વસાવા રહે 28 છાપરી નહેર કોલોની એ પત્ની જાગૃતિબેન સાથે સાયણ સુગર રોડ પર આવેલ મોટી નહેર પર ચંપલ સિવડાવવા ઉભેલા હતા ત્યારે સાયણ સુગર તરફથી માતાજીની મૂર્તિ લઈને આવતી વિસર્જન યાત્રા શંકર નામનો ઈસમ નાચતો હોય તેનાથી જીતુભાઇ ને ધક્કો લાગતા તેને રોડની બાજુમાં નાચવાનું કહેતા શંકર તથા તેની સાથેના અન્ય 3 ઈસમો લાકડીના દંડા લઈને ધસી આવી શંકરે દાદાગીરી કરવા સાથે આરસ્તો કઈ તારા બાપનો નથી અમે જ્યાં નાચવું હશે ત્યાં નાચીસું તેમ બોલી જાતિવિષયક અપમાન જનક અપશબ્દો સાથે નાલાયક ગાળો બોલી શંકર તથા તેની સાથેના ઈસમોએ લાડીના દંડા વડે હુમલો કરી જીતુ વસાવા ને શરીરે જુદી જુદી જગ્યા પર ઇજા પહોંચાડવા સાથે તેની પત્ની જાગૃતિ બેનને ડાબા હાથે તથા માથાના ભાગે તેમજ તેમને બચાવવા માટે આવેલ આકાશ ચંદ્રકાન્ત વસાવા ને પીઠના ભાગે તથા હિતેશ વસાવા ને ડાબા ખભાના ભાગે ઇજા પહોંચાડી જાનથી મારીનાખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા.

ત્યારે રોડની બાજુપર નાચવાનું કહેવા જેવી સામાન્ય બાબતે લાકડાના દંડા લઈને શંકર સાથે અન્ય ઈસમોએ હુમલો કરવાની ઘટનામાં ભોગબનેલા આદિવાસી સમાજના લોકો પોલીસ ફરિયાદ કરવા સાયણ પોલીસ ચોકીએ પહોંચી અરજી આપવા છતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી ન કરી ઘટનાના 2 દિવસે ફરિયાદ નોંધાતા હુમલો કરનાર પરપ્રાંતીય ઓરિસ્સા વાસી ઈસમો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે ભોગ બનેલાં લોકો અનુસૂચિ જન જાતિના હોવા છતાં પોલીસે એક્ટ્રોસીટી એક્ટની કલમ નહિ ઉમેરતા આદિવાસી સમાજમાં રોષ છે.

અન્ય સમાચારો પણ છે...