દુર્ઘટના:ઘરમાં દીવો કરી 2 ભાઇ નજીક રહેતા ભાઇને ત્યાં ચા પીવા ગયા, પાછા આવ્યા તો આખું ઘર ખાક

ઓલપાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાયણ ગામે બજારમાં મુખ્ય માર્ગપર રહેણાંક વાળા વિસ્તારમાં આખું ઘર બળીને ખાક થયું હતું . ઓલપાડ તાલુકાના સાયણ ગામ ઓવરબ્રિજ ની બાજુમાં બજાર ચાર રસ્તા લુહાર ચાલમાં રહેતા લુહારી કામ કરી એકલવાયુ જીવન જીવતા આવેલા બે ભાઈઓ ઈશ્વરભાઈ ચુનીલાલ પંચાલ તથા ચંદુભાઈ ઈશ્વરભાઈ પંચાલ એ નિત્યક્રમ મુજબ સવારે ૬.૪૫ કલાકે ભગવાનને દીવાબત્તી કરીને ઘર બંધ કરી નજીકમાં આવેલી દ્વારકેશનગરી સોસાયટીમાં રહેતા મોટા ભાઈ રમણભાઈ પંચાલના ઘરે ચા નાસ્તો કરવા માટે જતા હોય સોમવારની સવારે પણ તેજ રીતે ૬.૪૫ એ દીવો કરી ઘર બંધ કરીને બન્નેવ ભાઈ મોટાભાઈને ત્યાં ચા પીવા ગયા ત્યારે ૭.૦૦ વાગ્યે અચાનક તેમના ઘરે આગ લાગવાની ઘટના બની.

આગ વાયુ વેગે આખા ઘરને પોતાની ઝપેટમાં લઈને વિક્રરાર સ્વરૂપ ધારણ કરતા ઘરમાં રાખેલી ઘરવખરી સરસામાન, કબાટ તથા તેમાં રાખેલા કપડા અને અન્ય કિંમતી ચીજ વસ્તુ સાથે લાકડાનું ફર્નીચર અને ઇલેક્ટ્રિક તથા ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુ સાથે આખું ઘર બળીને ખાક થતા બે પેઢીથી પંચાલ પરિવાર અહીં ખેતીના ઓજાર રીપેરીંગની કામગીરી કરી ગુજરાન ચલાવતું આવ્યું હોઈ આગની ઘટનાએ છત છીનવાઈ જતા બે ભાઇઓ મુશ્કેલીમાં મુકાયા છે.

ફાયર ફાઈટરે દોઢ કિમી દુર સાયણ સુગર ખાતે પાણી લેવા જવું પડ્યું
સાયણ ગામમાં આગની ઘટના બને ટો અચાનક પાણીની જરૂર પડે ત્યારે તાત્કાલિક પાણી મળી રહે તેવી સાયણ ગ્રામ પંચાયત દ્વારા આજદિન સુધી સુવિધા કાર્યરત નથી કરી. ત્યારે સોમવારે લાગેલી આગ સમયે પહોચેલા ફાયર ફાઈટર માં પાણી ખૂટી પડતા ફાયર ફાઈટરે દોઢ કિલોમીટર દુર સાયણ સુગર ખાતે પાણી લેવા જવું પડ્યું હતું. આટલુંજ નહી પણ શરમજનક બાબત એ કે અહીં ૫૦૦ મીટર દુર વાળી ગૃહ [પાણી ની ટાંકી] હોવા છતાં નળમાં પાણી ધીમું આવતા તે પણ કોઈ કામમાં લાગેલું નહી.

અન્ય સમાચારો પણ છે...