ચોરી:બંધ કારખાનામાંથી 85 મોટરની ચોરી

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયણ પોલીસે થ્રીવહીલર ટેમ્પોમાં 26 મોટર સાથે ચારે ચોરને પકડી પાડ્યા

સાયણ ગામે સક્રિય બનેલી ચોર ટોળકી લુમસના કારખાનામાંથી ઇલેક્ટ્રિક મોટર ચોરી ભંગારમાં વેચતી આવી હોય ગત શનિવારની રાત્રે ચોરીની ઘટનાને અંજામ આપી મુદ્દામાલ સાથે જતી ટોળકી સાયણ પોલીસના હાથે ઝડપાતા મોટર ચોરીનો મોટો ભેદ ઉકેલાશે.

સુરતના હીરાબાગ પૂર્વી સોસાયટી ખાતે રહેતા નીતિનભાઈ વલ્લભભાઈ મેડપરાનું ઓલપાડ તાલુકાના દેલાડ ગામે લૂમ્સનું કારખાનું આવેલ હોય જે હાલ બંધ હાલતમાં હોવાથી તકનો લાભ લઈને ઇલેક્ટ્રિક મોટર ચોરી કરી ભંગારમાં વેચતી ચોર ટોળકીએ કારખાનામાં મશીન પર લગાવેલી ઇલેક્ટ્રિક મોટર ચોરી કરતા આવ્યા હોય અત્યાર સુધીમાં મોટર ચોર ટોળકીએ કિંમત રૂપિયા 68000 ની 85 મોટરની ચોરી કરવાની વાતે સાયણ ચોકીમાં અરજી આપી હતી.

ત્યારે સાયણ વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોટર ચોર ટોળકી સક્રિય થતા સાયણ પોલીસે રાત્રી પેટ્રોલિંગ કડક બનાવી રાત્રિના વહનોનું પણ ચેકીંગ હાથ ધરતા ગત શનિવારની રાત્રે દેલાડ ગામથી એક થ્રિ વ્હીલ ટેમ્પોનો ચાલક સાથે અન્ય 3 ઈસમો આવતા પોલીસે તેમને રોકી તપાસ કરતા તેમની પાસેથી ઇલેક્ટ્રિક મોટર મળી આવેલ જે ચોરીની હોવાની શંકા એ પોલીસે પૂછતાછ કરતા દેલાડ ગામે કારખાનામાંથી ચોરાયેલી મોટર હોવાની ચોર ટોળકીએ કબૂલાત કરતા સાયણ પોલીસે રમેશ બાબુભાઇ કોળી તથા અક્ષયકુમાર રમેશભાઈ પટેલ રહે વેલનજા ગામ રંગોલી ચોકડી, તા કામરેજ, અને અજયભાઈ રમેશભાઈ કોળી, વિજયભાઈ દસરથભાઈ દેવીપૂજક બનેવ રહે સાયણ રસુલાબાદ ની ઊંડાણ પૂર્વકની તપાસ કરતા ચોરીની 26 જેટલી ઇલેક્ટ્રિક મોટર મળી આવેલ જ્યારે અન્ય મોટર તેમણે સુરત ખાતે ભંગારના વેપારીને વેચી હોવાની કબૂલાત કરી હતી. જ્યારે કારખાનામાંથી 85 મોટર ચોરી થઈ હોય આટલું જ નહિ પણ તેમણે અન્ય ચોરી પણ કરી હોવાના તપાસના ગ્રાઉન્ડ પર પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે તપાસમાં અનેક મોટી ચોરીના ભેદ ઉકેલવાની પોલીસને આશા છે.

અન્ય સમાચારો પણ છે...