કામગીરી:સાયણથી ચોરીના 4 મોબાઈલ અને બાઇક સાથે યુવક પકડાયો

ઓલપાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લઈ ભાગી છુટતા હતા

સાયણ ગામે સિવાણ અને સુગર રોડ પર આવજા કરતાં અને ઊભા રહેતા લોકોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ભાગી છૂટવાની અનેક ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરતા ચોરીના ચાર મોબાઈલ ફોન અને મોટર સાયકલ સાથે સાયણ ગામેથી એક ચોર ઝડપાયો હતો. મોબાઈલ ચોરીની તપાસ ગ્રામ્ય એસ. ઓ.જીને સોંપવામાં આવતા એસ. ઓ.જી પેટ્રોલીંગમાં હતી. બાતમી આધારે ઓલપાડ સાયણ રોડ દેલાડ ચોકડી ખાતે વોચ ગોઠવી મોબાઈલ ચોર દિવ્યેશ ઉર્ફે ચિન્ટુ પટેલને પકડી તપાસ હાથ ધરી હતી.

દિવ્યેશે કરેલી કબૂલાત મુજબ દોઢેક મહીના પહેલા રોકી ઉર્ફે કડવો સાથે મળી મો.સા. ઉપર સીવણ જવાના રસ્તે ચાલતા ઇસમ પાસેથી મોબાઇલ ઝૂંટવી બન્ને મો.સા. લઈ ભાગી ગયેલા હતા. ત્યારબાદ મહીના પહેલા રોકી ઉર્ફે કડવો સાથે મો.સા. ઉપર સાયણ સુગર ફેક્ટરી પાસે એક ઇસમ ઉભેલ હોય તેના હાથમાથી મોબાઇલ ફોન ઝૂંટવી અને બન્ને મો.સા. ઉપર ભાગી ગયેલા ત્યારબાદ રોકી ઉર્ફે કડવો સાથે મો.સા. ઉપર સીવાણ જવાના રસ્તે ચાલતા ઇસમ પાસેથી મોબાઇલ ઝૂંટવી બન્ને મો.સા. ઉપર ભાગી ગયેલા. ચોરીની કબૂલાત સંદર્ભે તેની પાસે મોબાઇલ નંગ-04 કિ. 16500 તથા કાળા કલરની બાઇક (GJ-05-SX-9604) જેની કિ.રૂ. 25,000- મળી કિ.રૂ. 41,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...