તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હતીયારો દીકરો:કુહાડીનો ઘા ઝીંકી પિતાની હત્યા કરનારા દિકરાને ઝડપી પડાયો

ઓલપાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડી રહેલા 2 દીકરાને છોડાવવા જતા પિતા પર હુમલો થયો હતો

શેરડી ગામે રહેતા ખેતમજૂર પરિવારના બે દીકરાઓ વચ્ચે તેમના માતા પિતાના વર્તનને લઈને થયેલી બોલા ચાલી બાદ ભાઈઓ વચ્ચે થયેલી મારામારી પતાવટ કરવા પડેલા પિતા પર નાના દીકરાએ કુહાડીથી જીવલેણ હુમલો કરતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા હુમલો કરી ભાગી છૂટેલા હતીયારા દીકરાને પોલીસે દબોચી લીધો હતો.

ઓલપાડ તાલુકાના શેરડી ગામે રહેતા કુસુમબેન ગણપતભાઈ વસાવા ઉ.વ 50 ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય 1 જૂનના રોજ રાત્રિના જમી પરવારી ઘરે દીકરાઓ સાથે બેઠેલા હતા. ત્યારે મોટો દીકરો કિશન નાના દીકરા વિક્રમ ઉર્ફે ભલીયાને કહેલ કે માતા પિતા તું નાનો છે એટલે તને સારી રીતે રાખી જમવાનું પણ સારી રીતે આપે છે. મારૂ ધ્યાન રાખતા નથી આમ માતા પિતાના વર્તન બાબતે વિક્રમ ઉર્ફે ભલીયાને ગુસ્સો આવતા ભાઈઓ વચ્ચે બોલા ચાલી સાથે ઝઘડો થતા પિતા પતાવટ કરવા વચ્ચે પડતા વિક્રમે તેના બાપને ગાળો આપી ઘરમાં પડેલી કુહાડી ઉઠાવી તેના બાપ ગણપતભાઈને માથા જમણી બાજુએ ઘા મારવા સાથે માતા કુસુમને પણ ગાળો આપી મારા મારી ઘરેથી ભાગી છૂટયો હતો.

ગણપતભાઈને ગંભીર ઈજા થતા લોહી લુહાણ હાલતા આખી રાત ઘરે રહેતા સવારે હાલત નાજુક થતા તેમના સંબંધીઓ આવીને સવારે 108 દ્વારા સુરત સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા, જયા સારવાર દરમિયાન મોત થતાં ઓલપાડ પોલીસે હત્યાની કલમ ઉમેરી હત્યારા દીકરાની શોધખોળ કરતા ગુરુવારની સાંજે હત્યારો વિક્રમ ઉર્ફે ભલીયો શેરડી ગામની સીમમાં હોવાની મળેલી માહિતીને આધારે તપાસ કરી સાયણ પોલીસે તેને દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...