તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ખાનગી શાળાઓને લડત આપવા હવે સરકારી પ્રાથમિક શાળામાં ‘સ્કૂલ ઓફ એક્સેલન્ટ’ પ્રોજેકટ

ઓલપાડએક મહિનો પહેલાલેખક: દિલીપ ચાવડા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના પરિયા ગામની સરકારી સ્કૂલ - Divya Bhaskar
ઓલપાડ તાલુકાના પરિયા ગામની સરકારી સ્કૂલ
  • સરકારી શાળાઓ કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ લેબ,લાઈબ્રેરીથી સજ્જ કરાશે

પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની કથળેલી હાલત સુધારવા અને પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અંતે રાજ્ય શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કઈ રીતે શિક્ષણ કામગીરી સુધરે, સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી કેવી કામગીરી કરવી જરૂરી છે. તે બાબતે તમામ જિલ્લાના અધિકારીઓની 2 દિવસ ગાંધીનગર ખાતે ચાલેલી બેઠકને અંતે રાજ્યમાં “સ્કૂલ ઓફ એક્સેલન્ટ” પ્રોજેકટ કાર્યરત કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

આ સ્કૂલ ઓફ એક્સેલન્ટ પ્રોજેકટ કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પ્રોજેકટ હેઠળ પ્રથમ તબક્કે તમામ તાલુકાઓ દીઠ 2 સ્કૂલોની પસંદગી કરવામાં આવશે. પ્રોજેકટ કાર્યરત કર્યાબાદ તેમાં વધુ સારી કામગીરી કરવાની બાબતે પણ તાલુકા કક્ષાથી લઈને રાજ્યકક્ષા સુધીના અધિકારીઓ મોનીટરીંગ કરી રાજ્ય શિક્ષણ વિભાગને સૂચનો આપશે.

આ પ્રોજેકટ હેઠળ પસંદગી પામેલી શાળામાં ખાનગી શાળા ની સરખામણી એ કોમ્પ્યુટર લેબ, પ્રેક્ટિકલ લેબ, લાઈબ્રેરી, રમત ગમત સાચનો અને શિક્ષક, વિડિઓ પ્રોજેક્ટર થકી આધુનિક કામગીરી, ક્વોલિફાઇડ શિક્ષકો સહિત અન્ય તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ આપવાની ચોકસાઈ પૂર્વક કામગીરી કરવામાં આવશે.

આવનાર દિવસોમાં વધુ સારી ગુણવત્તા અને સુવિધા સાથે આ પ્રોજેકટ હેઠળ રાજ્યની 5000 સ્કૂલોનો સમાવેશ કરવામાં આવશે. રાજ્યમાં પ્રથમ વખત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુણવતા સભર શિક્ષણનું આપવા સાથે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અન્ય રાજ્યની સરખામણી કરવા સરકારે “સ્કૂલ ઓફ એક્સેલન્ટ” પ્રોજેકટ કાર્યરત કર્યો છે.

પરિયાની પ્રાથમિક શાળા પહેલેથી જ એક્સેલન્ટ
સરકારના “સ્કૂલ ઓફ એક્સેલન્ટ” પ્રોજેકટ પહેલા ઓલપાડ તાલુકાના પરિયા ગામે આવેલી સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પરિયા પ્રાથમિક શાળા આ ફોર્મ્યુલા અપનાવી હોવાનું જોવા મળ્યું છે. શાળા દ્વારા ખાનગી સ્કૂલની જેમ આધુનિક સુવિધા સાથે ભણતર અપવાની બોર્ડમાં જાહેરાત બનાવી વિદ્યાર્થીઓને આકર્ષવામાં આવી રહ્યા છે. ઉપરાંત ગ્રામલોકોના સહયોગથી શાળાના શીક્ષકોએ પણ “સ્કૂલ ઓફ એક્સેલન્ટ” આધારે સરકારી પ્રાથમિક શાળાને ઈંગ્લીશ મીડીયમ જેવી બનાવવામાં કાર્યરત છે.

ખાનગી શાળાઓ પર અવલંબન ઘટશે
સરકારી પ્રાથમિક શાળાઓમાં ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો અભ્યાસ અર્થે આવે છે, ત્યારે આવા પરિવારના બાળકોને પણ હવે ઉચ્ચ શિક્ષણ મળશે. “સ્કૂલ ઓફ એક્સેલન્ટ” પ્રોજેકટ અંતર્ગત શિક્ષણ કાર્ય ગુણવતા સભર બનવાથી વાલીઓમાં ખાનગી શાળાનો મોહ ભંગ થશે.

નહીંવત છાત્રો ધરાવતી શાળા સ્વૈચ્છિક બંધ કરવાનો નિર્ણય
સરકારી પ્રાથમિક શાળાઓમાં 1 થી 5 ધોરણમા આગણીના ટેરવે ગણાય એટલા જ વિદ્યાર્થીઓ આવતા હોય તેવી શાળાઓને તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ પોતાના સંકલન સાથે જે બાળકો અભ્યાસ અર્થે આવે છે, તેમનું શિક્ષણ કાર્ય ન બગડે અને અન્ય સ્કૂલની સુવિધા કરી આપવા સુધીની જવાબદારી બાદ સ્વૈચ્છિક રીતે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ પ્રોજેકટમાં વર્લ્ડ અને એશિયન બેંકનો સહયોગ
“સ્કૂલ ઓફ એક્સેલન્ટ” પ્રોજેકટ થકી રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુણવતા સભર શિક્ષણ આપવા માટે શિક્ષણ સાથે અન્ય પવૃત્તિને ધ્યાને લઈને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં શિક્ષણ વિભાગને મોટું રોકાણ કરવાનું થશે. રાજ્ય શિક્ષણ વિભાગના “સ્કૂલ ઓફ એક્સેલન્ટ” પ્રોજેકટમાં વર્લ્ડ બેન્ક અને એશિયન બેન્ક પણ પોતાનો સહયોગ આપશે.

અન્ય સમાચારો પણ છે...