અનોખી પહેલ:કોબાની શિક્ષિકા- વિદ્યાર્થિનીઓએ બનાવેલી રાખડી જવાનો માટે મોકલી

ઓલપાડ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

રક્ષાબંધનનો પર્વ ગુરૂવાર 11 ના રોજ આવનાર છે.આ પર્વના દિને દેશની સરહદ ઉપર રક્ષા કરતા જવાનો માટે ઓલપાડ કોબા પ્રાથમિક શાળાએ અનોખી પહેલ કરી 101 રાખડીઓ બનાવી મોક્લી છે. કોબા પ્રા.શા.ના આચાર્ય અને તાલુકાની દરિયાઈ પટ્ટીના ભાંડુત ગામના યુવાન ધર્મેશભાઈ પટેલ સેવા માટે સતત નવતર પ્રયોગો કરી સમાજમાં નામના મેળવી રહ્યા છે.

તેમણે હાલમાં જ કોબા શાળાની શિક્ષિકા બહેનો અને બાળાઓ દ્વારા 101 રાખડીઓ બનાવડાવી હતી અને આ રાખડીઓ રક્ષાબંધનના પવિત્ર પર્વના સાત દિન અગાઉ દેશની સરહદ ઉપર દેશના નાગરિકોનું રક્ષણ કરતા સૈનિકો માટે મોક્લી આપી છે. આચાર્ય ધર્મેશભાઈ પટેલે કહ્યું હતું કે,આપણે નસીબદાર છે કે રક્ષાબંધનના દિને જ આપની બહેનો રાખડી બાંધી તહેવારની ઉજવણી કરતી હોય છે.

બહેનનો એક ને એક ભાઈ સરહદ પર દેશની સેવા માટે ચોવીસ કલાક તેનાત રહે છે.પરંતુ લોહીના સબંધ રક્ષાબંધનની રાખડી માટે આ બહેનને કેટલી રાહ જોવી પડતી હોય છે?આવા તહેવારના સમયે બહેને પોતાના ભાઈ માટે કેટલા સપના સેવીને રાખ્યા હોય છે,કે આ વર્ષે મારો ભાઈ આવશે કે નહીં?એ યાદ તાજી કરાવવા આજે કોબા પ્રા.શાળાની શિક્ષિકા બહેનો અને બાળાઓ દ્વારા આજે દેશના જવાન માટે 101 રાખી સરહદ પર મોકલવાનો શાળા પરિવાર અનેરો આનંદ અનુભવે છે.

તેમણે વધુ કહ્યું કે,વિધિના લેખ મિથ્યા નથી થતાં અને લાગે છે કે,વિધાત્રીએ આ વિધિના લેખ લખવામાં દેશની સેવા કરતા અને શૂરવીર સૈનિકો અને તેના પરિવારો માટે સ્નેહ ભાવ અને સેવા લખતા તેઓને દેશની સેવા કરવાનું સદ્દભાગ્ય મળ્યું છે. જયારે આ સૈનિકોનો પરિવાર કંઈ માલેતુજાર નથી.તેમ છતાં દેશની સરહદનું રક્ષણ કરતા પરિવારને હું ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકું છું.ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ સૈનિક શહીદ થઈ જાય એ ઘટના ધ્યાનમાં આવે કે,તુરત જ તેઓ આ દેશની સુરક્ષા માટે આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ થવાનું આયોજન કરે છે.

અન્ય સમાચારો પણ છે...