તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દબાણો દૂર કરી જમીનનો કબજો IIIT ડિરેક્ટરને સોંપવામાં આવ્યો

નવાગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખોલવડમાં 32 કાચાપાકા મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું

સુરત કલેકટરે ખેતીવાડી ફાર્મની કુલ 137999 ચોમી. જમીનમાંથી 113159 ચોમી. જમીન IIIT સંસ્થાને ફાળવી હોય. જમીનમા દબાણ કરી બનેલા નડતરરૂપ 32 મકાનોને નોટિસ આપી સોમવારના રોજ દૂર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ આ જમીનનો કબજો આઇઆઇઆઇટી ડાયરેકટરને સોંપવામાં આવ્યો હતો.

ખોલવડ ગામની સીમમાં બલોક નં 3128 તથા 3129 ખેતીવાડી ફાર્મની જગ્યા જેનું ક્ષેત્રફળ 1,37,999ચોમી હોય તે જમીનમાંથી 1,13,159 ચોમી જમીન સુરત કલેકટરે 23-7-2020નાં IIIT સંસ્થાને તેમનું સંકુલ બનાવવા ફાળવી હતી. પરંતુ જમીન પર વર્ષોથી સ્થાનિકો ગેરકાયદે મકાનો બનાવી રહેતા હતા. દબાણ દૂર કરવા મામલતદારે સપ્ટેમ્બરમાં 30 મકાન માલિકોને જગ્યા ખાલી કરવા નોટિસ આપી હતી. તેમ છતા મકાન ખાલી કરાયા ન હતા. ત્યારબાદ નવેમ્બરમાંં ફરી મામલતદારનાં સર્કલ અધિકારી અને તલાટીએ નોટિસ આપી બે દિવસમાં જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. 25 નવેમ્બરે કામરેજનાં ઇન્ચાર્જ મામલતદાર ભાવસાર પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા ગયા હતા. ત્યારે સ્થાનિકોએ મહામારી ચાલી રહી હોય. સ્વૈચ્છિક મકાન ખાલી કરવા અઠવાડીયાની મુદત આપવા વિનંતી કરતા ગ્રાહ્ય રાખી હતી, જેને પણ બે અઠવાડીયા થઇ જતા સોમવારે કામરેજના નવા મામલતદાર એમ. બી. પટેલ ટીમ સાથે તથા સુડાના અધિકારી, જીઇબી આરોગ્ય DLRનાં અધિકારી તથા પોલીસ બંદોબસ્ત સાથેે યાંત્રિક સાધનથી 32 મકાનોનું દબાણ દૂર કર્યુ હતું.કેટલાક પરિવારો 50 વર્ષથી વધુ સમયથી રહેતા હોય જીવનભરનાં પરસેવાની કમાણીમાંથી બનાવેલા માળા પર બુલડોઝર ફરતું જોય વલોપાત કરતા દશ્યો પણ જોવા મળ્યા હતા.

128 કરોડની ગ્રાન્ટ મંજૂર, જૂન-2021 સુધીમાં બિલ્ડિંગ બનાવવાનું કામ શરૂ થશે
આઇઆઇઆઇટીના ડિરેક્ટર જે. એસ. ભટ્ટથી જણાય આવે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે ગુજરાત ગેસ લિમિટેડ, ગુજરાત ઇન્ફોમેટિક લિમિટેડ અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની મળી પીપીઇ ધોરણ પર આઇઆઇઆઇટી બનાવી રહી છે. જોકે, તેને બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે ખાનગી કંપની મળી 128 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. હવે સરવે કરી લેન્ડ ટેસ્ટ કરાશે અને તે પછી બિલ્ડિંગના પ્લાન સહિતની કાર્યવાહી હાથ ધરાશે. જૂન 2021 સુધીમાં બિલ્ડિંગનું કામ શરૂ કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો