લેન્ડ ગ્રેબિંગ:નોટીસ તો ફટકારાઇ, પરંતુ શું સેનાખાડીનો પ્રવાહ અવરોધતા જિંગા તળાવ હટશે ખરા?

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓલપાડના કાંઠા વિસ્તારમાં 1000થી વધુ જિંગા તળાવો આવ્યા છે - Divya Bhaskar
ઓલપાડના કાંઠા વિસ્તારમાં 1000થી વધુ જિંગા તળાવો આવ્યા છે
  • સરકારી જમીન પર ગેરકાયદે બનેલા જિંગા તળાવો સામે ફરી કાર્યવાહી શરૂ
  • અગાઉ ડિમોલિશનના નામે માત્ર તળાવના પાળા તોડી સંતોષ મનાયો હતો

સરકારી ખાર ખરાબા અને પડતર પડેલી જમીનો પર ગેરકાયદે ઉભા કરી દેવાયેલા જિંગા તળાવોનું તલાટીઓ દ્વારા સર્વે કરાયા બાદ કરેલા રિપોર્ટથી ઓલપાડ મામલતદાર દ્વારા આ તળાવોને તેમના સ્વખર્ચે તોડી પાડવાનો આદેશ કરવા સાથે જો આમ ન થાય તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફોજદારી રૂહે કાયદેસરની કાર્યવાહી કરવા સુધીની નોટિસ ફટકારતા જિંગા તળાવના માલિકોમાં ફફટાડ ફેલાયો છે.

ઓલપાડ તાલુકાનાં કાંઠાના ગામોમાં સરકારી ખાર ખરાબા અને પડતર પડેલી જમીનો પર સ્થાનિક અધિકારીઓની છત્ર છાયા હેઠળ ગેરકાયદેસર કબજો કરી બિન અધિકૃત રીતે જિંગા તળાવો બનાવી વેપલો કરાતો આવ્યો છે. ત્યારે સ્થાનિક જાગૃત ખેડૂતો દ્વારા વારંવાર ની લેખિત રજૂઆત કરવા છતાં જ્વાબદારો વિરુદ્ધ કોઈપણ પ્રકારે કાયદેસર ની યોગ્ય કાર્યવાહી નથી કરાઇ.

જ્યારે વરસાદી પાણીના નિકાલ વાળી સેના ખાડી પર દબાણ કરીને મોટાપાયે ગેરકાયદેસરના જિંગા તળાવો બનાવી દેવાતા ઓલપાડ તાલુકાનાં ગામોમાં ચોમાસામાં પૂર જેવી પરિસ્થિતી નિર્માણ થઈ રહી છે. ત્યારે જિંગા તળાવ માફિયાઓના પાપે ઓલપાડ તાલુકાની જનતા જોખમમાં મૂકાતા અંતે ગેરકાયદેસર જિંગા તળાવનો વેપલો બંધ કરાવવા અને સરકારી જમીન પર કબજો કરીને બનાવેલા તળાવો દૂર કરાવવા એક ખાનગી સંસ્થા દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પુણે માં એપ્લીકેશન નંબર 16/2020 થી ફરિયાદ દાખલ કરી હતી.

જે ફરિયાદ ને સંદર્ભે સુરત ક્લેક્ટર દ્વારા ઓલપાડ મામલતદાર ને તપાસ સોપવામાં આવતા ઓલપાડ મામલતદાર ગત તારીખ 16/05/2022 ના રોજ દાંડી, કૂદીયાણા, ક્પાસી, કુવાડ, સરસ, ઓરમા, મોર, દેલાસા, મંડરોઈ, નેશ, કાછોલ, હાથીસા,લવાછા, તેના, સોંદલાખારા, કોબા અને ઠોઠબ કુલ 16 ગામના તલાટી કમ મંત્રીઓને સરકારી જમીન પર કબજો કરી બનેલા ગેરકાયદેસર ના જિંગા તળાવ સર્વેની કામગીરી સોપવામાં આવી હતી. ત્યારે સર્વે અંતે તલાટી ઓના રિપોર્ટને અંતર્ગત તમામ ગામોમાં જુદા જુદા બ્લોક નંબર વાળી જમીનો પર બનેલા ગેરકાયદેસરના જિંગા તળાવો સ્વખર્ચે તોડી પાડવાનો આદેસ કરવા સાથે જો કામગીરી કરવામાં ન આવે તો તમામ જવાબદાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવાની પણ ચમકી આપવામાં આવી છે. આટલુજ નહિ પણ આ તમામ 16 ગામોમાં ઓલપાડ મામલતદાર ની જાહેર નોટિસ બાદ કોઈપણ સરકારી જમીન પર ગેરકાયદેસર જિંગા તળાવો બનાવવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

અગાઉ ડિમોલિશનના નામે માત્ર તળાવોના પાળા તોડી સંતોષ માનતું તંત્ર આ વખતે ખરેખર સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી બનેલા 1000 થી વધુ જિંગા તળાવ દૂર કરી શકશે ?. જ્યારે તલાટીના રિપોર્ટ થી સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી બિન અધિકૃત રીતે જિંગા તળાવ બનાવ્યા હોવાનું નોધાવા છતાં ઓલપાડ મામલતદાર દ્વારા નોટિસ થી વાંધા રજૂ કરવાના 15 દિવસનો સમય આપવામાં આવ્યો હોવાની વાતો વહેતી થઈ છે.

ઓલપાડના કાંઠા વિસ્તારમાં 1000થી વધુ જિંગા તળાવો આવ્યા છે
ઓલપાડ તાલુકાનાં અરબી સમુદ્રના કાંઠે આવેલા દાંડી ગામથી લઈને ભરૂચ જિલ્લાના હાંશોટ ગામ ની હદ ને આવેલા ઓલપાડ તાલુકાનાં મંડરોઈ ગામ સુધીમાં ખાર ખરાબા અને પડતર જમીનો પર 1000 થી વધુ જિંગા તળાવો બન્યા છે. ગત વર્ષે પણ ચોમાશું પહેલા જિંગા તળાવો ડિમોલિસન કરવાની દેખાવ પૂર્તિ કામગીરી કરવામાં આવી હતી. અને ફરી તળાવો ધમધમતા થતાં જિંગા તળાવ માફિયાઓ ગેલમાં આવી ગયા ત્યારે હવેની કામગીરી પર ફરી લોકો ની નજર છે.

અન્ય સમાચારો પણ છે...