તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:દીકરીનો જન્મ થતાં માસુમ સાથે માતાને ઘરમાંથી કાઢી મૂકી

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસરિયાએ મિલ્કત અન્ય મહિલાને બક્ષિસ પેટે લખી આપી

સમાજમાં બેટી બચાવો અભિયાનને લઈને લોક જાગૃતિ આવી છે. તો કેટલાક લોકો હજુ પણ દીકરીના જન્મને સ્વીકારવા નથી માંગતા. આવી જ ઘટના સુરત શહેર ખાતે બની લગ્નના ટૂંકા સમય ગાળામાં પરણીતાને માનસિક ત્રાસ આપવા સાથે દીકરીનો જન્મ થયાનું સાસરીયાઓને ન ગમતા માસુમ બાળકી અને માતાને ઘરમાંથી કાઢી મુકી હતી. આ સાથે પતિએ અન્ય સ્ત્રીને સાથે રાખી લેવાના કિસ્સામાં ઓલપાડ પોલીસે સાસરિયાઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

ઓલપાડ તાલુકાના અણીતા ગામે ગણેશભાઈ વિરમભાઈ સુરતીની દીકરી કલ્પનાબેનના સુરત શહેર હરીજનવાસ લેકવ્યુ ગાર્ડનની સામે પીપલોદ ખાતે રહેતા જીતેન્દ્રભાઈ ત્રિભોવનભાઈ સુરતી સાથે લગ્ન થયાબાદ લગ્નના એક વર્ષ સુધી સારી રીતે રાખ્યાબાદ ઘરની નાની નાની બાબતોને લઈને પતિ જીતેન્દ્ર તથા સાસુ મંજુલાબેન ત્રિભોવનભાઈ સુરતી અવાર નવાર હેરાન પરેશાન કરી પતિ જીતેન્દ્ર મારઝૂડ કરતો. આમ પતી અને સાસુનો ત્રાસ છતાં કલ્પનાબેન સાસરીમાં રહેતા હતા.

ત્યાર બાદ કલ્પનાબેને દીકરીને જન્મ આપતા સાસરીયાઓ દીકરીના જન્મથી નાખુશ હોય તેમણે ભેગામળી માસુમ દીકરી અને માને ઘરમાંથી કાઢી મૂકી રસ્તે રઝળતા કરેલા. માસુમ દીકરી સાથે કલ્પનાબેન અણીતા ગામે પિયર આવીને રહેતા પતિ જીતેન્દ્રએ અન્નેય એક મહિલાને પોતાની સાથે રાખવા સાથે સાસુ મંજુલાબેન અને દિયર ત્રિભોવનભાઈએ ભેગા મળી કલ્પનાબેનનો કાયદેસરના હક હિસ્સા વાળી મિલ્કત મહિલાને બક્ષીસ પેટે આપી હતી.

આમ લગ્નના ટૂંકા સમયગાળામાં પરણીતાને માનસિક ત્રાસ આપવા સાથે માસુમ દીકરી સાથે કાઢી મૂકી રઝળતી કરી હતી.તેના હકની મિકલ્ત અન્ય મહિલાને આપવાની ઘટનામાં કીમ પોલીસે સાસરિયા વિરૂદ્ધ ગુનો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...