તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:વિહારા ગામના આધેડ કોરોનાની ચપેટમાં આવ્યો

ઓલપાડ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડ તાલુકામાં ફરી કેસ નોંધાતા ફફડાટ

તાલુકામના વિહારા ગામના એક આધેડ પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દોડતું થયું  છે. ખેડૂત પ્રફુલભાઈ પટેલને સામાન્ય તાવ આવ્યા બાદ તપાસને અંતે કોરોના પોઝીટીવ નોંધાતા તેમના સંપર્ક વાળા 15ને હોમ કોરોન્ટાઈન કરવા સાથે આરોગ્ય વિભાગે અન્ય કામગીરી હાથ ધરી છે.

પરિવારજનો સાથે કુલ 15 લોકોને હોમ ક્વોરેન્ટાઇન
ઓલપાડ તાલુકાના અસ્નાબાદ પછી સાંધીયેર અને દિહેણ બાદ હવે વિહારા ગામને ચપેટમાં લેતા ગામના મંદિર ફળિયામાં રહેતા 60 વર્ષીય ખેડૂત પ્રફુલ જેકીશનભાઇ પટેલ કે જેઓને છેલ્લા 6-7 દિવસ અગાઉ તાવની અસર જણાતા તેમણે સાયણ ખાતે ખાનગી ડોક્ટર પાસે ગત તા-8-5-2020 ના રોજ દવા લીધા બાદ થોડી રાહત હતી. પ્રફુલભાઈને તાવ હોવાની માહિતી એરથાણ ગામ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ સ્ટાફને ખબર પડતા મેડીકલ સરવે ટીમે ગત તા- 12 મેના રોજ પ્રફુલભાઇ પટેલના સેમ્પલ કોરોના લેબ.માં ચકાસણી અર્થે મોકલતા બુધવાર તા-13 મે ના રોજ તેમનો કોરોના રિર્પોટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે આરોગ્ય તંત્રએ તેમને સુરત ખાતે નવી સિવિલ  કોરોના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી પરિવારજનો સાથે કુલ 15 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો