તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહાદુરી:કરોડોની લૂંટ થતી બચાવતાં માલધારી સમાજે સન્માન કર્યુ

ઓલપાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
લૂંટની ઘટનામાં ગોળી વાગતા ઘવાયેલો અનિલ ડાંગર. - Divya Bhaskar
લૂંટની ઘટનામાં ગોળી વાગતા ઘવાયેલો અનિલ ડાંગર.
  • ભાવનગરથી સુરત આવતી બસને અંકલેશ્વર પાસે લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો

લૂંટારુએ ફાયરિંગ કરતા ગોળી વાગવા છતાં ઘવાયેલા યુવકની બહાદુરીએ અનેક લોકોના જીવ બચાવ્યા. સાથે આંગડીયા પેઢીના કરોડો રૂપિયા સાથે અન્ય મુદ્દામાલને લૂટતા બચાવ્યો હતો. લૂંટની ઘટનનાને નિષ્ફળ બનાવનાર યુવક હાલ હોસ્પિટલના બિછાને છે ત્યારે માલધારી સમાજના આગેવાનોએ સન્માન કરી તેની બહાદુરીને બિરદાવી હતી.

24 ઓગસ્ટની વહેલી સવારે ભાવનગરથી સુરત આવી રહેલી ટ્રાવેલ્સની બસને અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે લૂંટારાઓએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પેહેલેથી જ લૂંટના ઈરાદે બસમાં બેઠેલા લુટારુઓ પૈકીના એક લુટારાએ બસને નિયત જગ્યા પર અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે ઉતારવાનું છે કહી રોકી હતી. જોકે બસ રોકાતા જ કારમાં તરત અન્ય લૂંટારુઓ આવી ગયા હતા અને ડ્રાયવરને બંદૂક બતાવતા ડ્રાયવર બસમાંથી ઉતરીને ફરાર થયો હતો. જોકે ક્લીનરે બચાવો બચાવોની બુમ પાડતા બસમાં સૂતેલો અનીલ ડાંગર (25) (રહે, સહજાનંદ સોસાયટી, વરાછા રોડ, સુરત) ઉઠીને આગળ આવ્યો હતો અને તરત જ લક્ઝરી બસનો દરવાજો બંધ કરી આડો ઉભો રહી જઇ લૂંટારુઓને પડકાર ફેંક્યો હતો. ત્યારે અનિલ ડાંગરને જોઈ લૂંટારુઓએ બંદૂક કાઢી ફાયરીંગની ધમકી આપવા છતાં ત્યાં જ ઉભો રહ્યો હતો.

આખરે લુટારુએ પિસ્તોલથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું. જેમાંથી એક ગોળી અનીલના હાથના પંજાની આરપાર નીકળી ગઈ છતાં તેણે બહાદુરીપૂર્વક લૂંટારુઓનો સામનો કર્યો. હાથમાં ગોળી વાગવા છતાં બસના દરવાજા પાસે જ ઉભો રહી લૂંટરોનો સામનો કરતા બસમાં બેઠેલા પેસેન્જરોએ બુમાબુમ કરતા આખરે લુટારુઓ કાર લઈ ભાગી છૂટ્યા હતા. ગોળી વાગવાથી ઘવાયેલો અનિલ ડાંગર કામરેજની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કામરેજ તાલુકા માલધારી સમાજે તેનું સન્માન કર્યું હતું.

મુસાફરોને જોખમ ઉભું થતાં સામનો કર્યો
લૂંટારુઓ જે બસને લૂટવા આવ્યા હતા તેમાં ચાર જેટલી આંગડીયા પેઢીના કર્મચારીઓ કરોડો નો મુદ્દામાલ લઇ ભાવનગરથી સુરત આવી રહ્યા હતા. ઉપરાંત 45 જેટલા અન્ય મુસાફરો પણ બસ માં હતા. લૂંટારુઓ જો બસ માં ચઢવામાં સફળ થયા હોત તો કદાચ આંગડીયા પેઢીના કર્મચારીનાં માલ સમાન સાથે જીવને પણ જોખમ હતું. આ સાથે ફાયરિંગ કરતા 45 જેટલા મુસાફરોના જીવ જોખમ ઉભું થતા મેં હિંમતભેર આગળ આવી લૂંટારુઓનો સામનો કર્યો હતો. > અનિલ ડાંગર

અન્ય સમાચારો પણ છે...