હાલાકી:લોકડાઉનની બીકે ડાંગર કાપણી માટે મજૂરો ન આવ્યા અને હવે વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

ઓલપાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળુ ડાંગર કાપણી સીઝનમાં કોરોના મહામારીને લઈને ગુજરાતના છેવાડાના ગામોથી મજૂરો ન આવતા ખેડૂતો મશીનથી ડાંગરની કાપણી કરાવી રહ્યા છે. - Divya Bhaskar
ઉનાળુ ડાંગર કાપણી સીઝનમાં કોરોના મહામારીને લઈને ગુજરાતના છેવાડાના ગામોથી મજૂરો ન આવતા ખેડૂતો મશીનથી ડાંગરની કાપણી કરાવી રહ્યા છે.
  • ડાંગર કાપણી માટે ઉચ્છલ, નિઝર, સોનગઢ, આહવા, ડાંગ સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની બોર્ડરના ગામમાંથી મજૂરો આવે છે
  • દક્ષિણ ગુજરાતમાં અંદાજીત 35000 હજાર હેકટરમાં ઉનાળુ ડાંગરની ખેતી કરવામાં આવી છે

દક્ષિણ ગુજરાતમા ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનુ અંદાજીત 35000 હેકટરથી વધુ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે અને પાક તૈયાર છે ત્યારે કોરોના મહામારીને લઈને ગત વર્ષની જેમ લોકડાઉનની બીકે દક્ષિણ ગુજરાતના છેવાડાના ગામો સાથે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ઉનાળુ ડાંગર કાપણી અર્થે આવતા મજૂરો ન આવતા ઉપરાંત વરસાદની આગાહીના કારણે ડાંગર કાપણી સમયે ખેડૂતો મુશ્કેલીમાં મુકાવવા સાથે અંતે ના છુટકે મશિન સહારો લેતા હવે નુકસાની સહન કરવાની પણ તૈયારી કરી લીધી છે.

દક્ષિણ ગુજરાતમાં 2થી 2.25 લાખ હેકટરમાં ડાંગર કરવામાં આવે છે. જે પૈકી 40 ટકા પિયત રોપાણ 40 ટકા બિનપિયત રોપાણ અને 20 ટકા ઓરાણ ડાંગર થાય છે, જેમાં સૌથી વધુ ઉનાળુ ઋતુમાં લેવાતો હોય ચાલુ સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં અંદાજિત 35000 હજાર હેકટરમાં ડાંગર વાવણી કરવામાં આવી છે, જયારે ડાંગરનું ઉત્પાદન અન્ય ઋતુ કરતાં ઉનાળુ ઋતુમાં વધારે આવતું હોવાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઉનાળુ ડાંગરની ખેતી વધુ કરતા થયા છે. મે મહિનામાં ઉનાળુ ડાંગરનો પાક તૈયાર થઈ જતો હોવાથી ખેડૂતો કાપણીની તૈયારીમાં લાગી જતા હોય ઉચ્છલ, નિઝર, સોનગઢ, આહવા, ડાંગ સાથે મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર બોર્ડરના ગામમાંથી મજૂરો આવે છે.

ગત વર્ષે ઉનાળુ ડાંગર કાપણી દરમિયાન મહામારીના કારણે લોકડાઉન લગાવવાથી મજૂરો મુશ્કેલીમાં મુકાયા હતા. હાલ ડાંગર કાપણી સમયે ફરી મહામારીએ જોર પકડતા ફરી લોકડાઉન લગાવાશે એવી બીકે ઉચ્છલ, નિઝર, સોનગઢ, આહવા, ડાંગ સાથે મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રની રાજ્યમાંથી મજૂરો ન આવતા ખેડૂતોને ડાંગર કાપણી માટે મુશ્કેલી ઉભી થતાં અંતે હાર્વેસ્ટિંગ મશિનનો સહારો લીધો છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી અને સુરત જિલ્લામાં ઉકાઈ-કાકરાપાર યોજનાને લીધે બારમાસી કેનાલ દ્વારા પિયતની સગવડતા થઈ હોવાથી ઉનાળુ ડાંગરનુ વાવેતર વધતા કાપણી માટે મજુરો આવવા સાથે મસીનો પણ સમયસર ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધારો થયો છે.

મજૂરોની અછતે મશીન કાપણી પણ મોંઘી થઈ, અન્ય ખર્ચ વધ્યો તથા પરાળ પણ ન રહેતા પશુપાલકોને મુશ્કેલી
સુરત જિલ્લાની વાત કરીએ ટો અહીં ઉનાળુ ડાંગર કાપણીની 1 વીઘાની મજૂરો દ્વારા થતી હાથ કાપણી ની 5000 રૂપિયા સુધી મજૂરી લેવાય છે. જેમાં કાપણી થઈ લઈને સાફ કર્યા બાદ ગુણી ભરવા સુધીની કામગીરી કરવામાં આવે છે. ત્યારે હાલ મજૂરની તંગી વર્તાતા મશિન માલિકો દ્વારા પણ મજૂરીમાં વધારો કરવામાં આવ્યો છે ગત વર્ષે 1 વીઘાના 1500 રૂપિયા લેવતા હતા તે વધીને 2500 સુધી થયા છે, જયારે મશિન કાપણી બાદ પણ ડાંગર સફાઈ, સુકવણી અને ભરતી માટે મજૂરની જરૂર પડતી હોય તેની મજૂરી વધારાની ચૂકવવી પડે છે.

પશુપાલકો માટે ઘાસચારાની મોટી તંગી સર્જાઈ શકે તેમ છે
ડાંગરની કાપણી હાર્વેસ્ટિંગ મશીન દ્વારા કરવાથી ડાંગરની કાપણીમાં પરાળ કોઈ કામનું રહેતું નથી. અત્રે ઉલેખનીય છે કે પરાળનો ઉપયોગ પશુચારા તરીકે થતો હોવાથી પશુપાલકોને ઘાસચારાની તંગી સર્જાઈ શકે તેમ છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પશુચારાની અછત વર્તાય નહિ એ માટે ખેડૂતો ખેતમજૂરો દ્વારા ડાંગરના પાકની હાથ કાપણી કરવાની તરફેણ કરે છે.

સમયસરની કાપણી ન થાય તો વધુ નુકસાન જાય તેમ છે
ઉનાળુ ડાંગરનો પાક મે માસમાં પાકી જાય કે તરત જ કાપણી કરી દેવી જોઈએ. દાણા પાકટ થાય પછી જો ડાંગરનો પાક ખેતરમાં ઉભો રહેવા દેવામાં આવે તો કાપણી સમયે પુળા સુકાવા દઈ ગંઠી કરી દેવા અથવા તરત જ ઝૂડી લેવા. જો પૂળા વધુ સમયે તાપમાં રહેવા દેવામાં આવે તો ચોખા કાઢતી વખતે કણકીનું પ્રમાણ વધી જાય છે તથા ચોખાનો ઉતાર ઓછો આવે છે.

અન્ય સમાચારો પણ છે...