તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી:ઓલપાડની સોંસક મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ હાર્યા

ઓલપાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્તમાન પ્રમુખ કેતન પટેલનો 30 મતે પરાજય, જયેશ પટેલ 56 મતે વિજય

દેશની આઝાદી પૂર્વે સ્થપાયેલ 100 વર્ષથી વધુ જૂની દેશની પહેલી સહકારી સંસ્થા ઘી સોંસક કોટન મંડળીના વ્યવસ્થાપક સમિતિના છ ઝોનની યોજાયેલ ચૂંટણીના પરિણામમાં વર્તમાન પ્રમુખ કેતન પટેલનો 30 મતે કારમો પરાજ્ય થયો છે.જયારે દેલાડ સીટ પરથી ચૂંટણી લડેલા ખેડૂત નેતા અને સુમુલ ડિરેક્ટર જયેશ પટેલ 56 મતની જંગી બહુમતીથી જીતતા ખેડૂત અને સહકારી ક્ષેત્રની પકડ વધુ મજબૂત બનાવી છે.

ઓલપાડ જીન કેમ્પસમાં કાર્યરત સને 1908 માં ઓલપાડ તાલુકાના સોંસક ગામના પુરષોત્તમ પટેલે ધી સોંસક મંડળીની સ્થાપના કરી હતી.આ મંડળીએ 100 વરસ પૂર્ણ કરતા શતાબ્દી મહોત્સની ઉજવણી વર્તમાન પ્રમુખ કેતન પટેલના શાસન દરમ્યાન કરવામાં આવી હતી.જ્યારે સભાસદોના રોષ મુજબ ઉજવણી દરમ્યાન ગેરરીતિ તથા તેમના એક હથ્થું શાસનથી સભાસદોમાં નારાજગી હતી.જયારે આ મંડળીની વ્યવસ્થા સમિતિની કુલ 18 બેઠકોમાંથી 12 સીટ બિનહરીફ થઈ હતી.જયારે બાકીની 6 બેઠક ઉપર રવિવારે યોજાયેલ ચૂંટણીનું પરિણામ બપોર બાદ જાહેર થયું હતું.

આ પરિણામમાં વર્તમાન પ્રમુખ કેતન પટેલ સામે ચૂંટણી લડી રહેલા તેમના જ ગામના પ્રતિસ્પર્ધી ઉમેદવાર અને ઓલપાડ તાલુકા સરપંચ એસોસીએશનના પ્રમુખ અશોક ડાહ્યાભાઈ પટેલે તેમને 30 મતની લીડથી હરાવ્યા હતા.જેના પગલે વર્તમાન પ્રમુખ કેતન પટેલે તેમના શાસન સમયના અપારદર્શક વહીવટનો ભોગ બનવાનો વારો આવ્યો હતો.જયારે અન્ય બેઠકો પૈકી રાજનગર સીટ પરથી સંદીપસિંહ અભેસિંહ રાઠોડનો 05 મતે, કંથરાજ સીટ પરથી અર્જુનસિંહ પ્રભાતસિંહ સોલંકીનો 39 મતે,સાંધીએર સીટ પરથી સંકેત હરીશભાઈ પટેલનો 07 મતે,SC/ST સીટ પરથી સોંસકના મહેન્દ્રભાઈ લાલભાઈ વણકરનો 03 મતે વિજય થયો હતો.જેના પગલે વિજેતા ઉમેદવારના સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી મનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...