હત્યા કે આત્મહત્યા?:આડમોર સીમમાં ઢોર ચરાવવા ગયેલી બાળકી ફાંસો ખાધેલી હાલતમાં મળી

ઓલપાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 12 વર્ષની માસુમ બાળકીનું રહ્સયમયી સંજોગોમાં મોત
  • ઝાડ પર ઓંઢણી બાંધી હિંચકા ખાતી વેળા ફાંસો લાગ્યાની કેફિયત

ઓલપાડ તાલુકાના આડમોર ગામની સીમમાં ઢોર ચરાવવા ગયેલ એક શ્રમજીવી પરિવારની 12 વર્ષની દિકરી લીમડાના ઝાડ પરથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભેદી સંજોગોમાં મળેલા તરૂણીનો મૃતદેહ અંગે પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.

ઓલપાડ તાલુકાના આડમોર ગામના નિશાળ ફળિયામાં સુરેશ કિશનભાઇ રાઠોડ મજુરી કામ કરી પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. શુક્રવાર,તા.10 ના રોજ તેની 12 વર્ષની દિકરી જિગીશા રાઠોડ સવારે આડમોર ગામની સીમમાં બાણીયા વગામાં ઢોર ચરાવવા ગઈ હતી. જે બાદ જીગીશા એક લીમડાના વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

રહસ્યમયી સંજોગોમાં થયેલા બાળકીના મોત અંગે પોલીસે રજૂ કરેલી કેફિયત મુજબ બાળકી લીમડાના ઝાડની ડાળી સાથે ઓંઢણી બાંધી હિંચકા ખાઈ રહી હતી.તે વખતે અચાનક ઓંઢણીનો ગાળિયો ગળામાં ભેરવાઇ જતા ગળે ફાંસો લાગી જવાથી તેનું ઘટના સ્થળે જ પ્રાણ પંખીડું ઉડી ગયું હોવાનું જણાવી રહી છે.

પરંતુ લોકચર્ચા મુજબ બાળકીના મોત અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો ઉજાગર થાય એવી સંભાવના છે. મૃતકની માતાએ આ ઘટનામાં યોગ્ય તપાસ કરવા ઓલપાડ પોલાીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે બાળકીના મોત કઇ રીતે થયું એ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...