સુરત જિલ્લાનો નામચીન ઠગ સિરાજ એન્ડ ટોળકી એ યેન કેન પ્રકારે પોતાની જાળમાં ફસાવી અથવા લલચાવી ધમકી આપીને છેતરપિંડી કરવા સાથે અન્ય પ્રકારે ગુનાહિત પવૃતિ કરતો આવ્યો છે. ત્યારે હવે ઠગ ટોળકીએ સાયણ સુગર ફેક્ટરીના સાહેબ હોવાનું કહી ઓનલાઈન મોબાઈલ મંગાવી છેતરપિંડી કરવાનો કીમિયો અજમાવી ગુનાને અંજામ આપવામાં પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
બંગલા નંબર 12 કરીમાબાદ સોસાયટી ઘોડદોડ રોડ સુરત રહેતો અને જીઓ ડિજિટલ સ્ટોર નામથી ઇ-સ્ટોર ચલાવતા સની મહેબૂબ જસાણી નો સિરાજ મુસા સિડાતે ટેલિફોનિક સંપર્ક કરી તે પોતે સાયણ સુગર ફેક્ટરીનો સાહેબ હોવાની ઓળખ આપી ફોન પર સંપર્ક કરી 15 હજાર રૂપિયા સુધીનો મોબાઈલ ફોન ખરીદવાની વાતચીત કરેલ.
ત્યારે સનીભાઇ જસાણીએ સિરાજને 12000નો ફોન બતાવતા તે ખરીદવાની તૈયારી બતાવેલ. જ્યારે સીરાજે તે સાયણ સુગરનો સાહેબ હોવાની ઓળખ આપવા સાથે સુરત ખાતે મોબાઈલ ફોન લેવા જવામાં સમય લાગે તેમ હોવાથી ભાડા પેટે રૂપિયા 500 વધુ આપવાનું કહી સાયણ સુગર ખાતે મોબાઈલ ફોન ની દિલેવરી આપવા આવવાની વાતે વિશ્વાસમાં લીધેલ.
મોબાઈલ ફોન આપી જવા કહેતા સની જસાણી તથા તેનો માણસ રાજૂ રાજપૂત સાથે સાયણ સુગર ખાતે મોબાઈલ આપવા આવેલા. જ્યારે સીરાજ સીડાતે મેહુલ પેઠાભાઇ અલગોતર તથા ચેતન ભરવાડ સાથે મળી પ્રી પ્લાનિગ કરી સુગર ફેક્ટરી સામે આવેલા રસ ના કોલા પર સની અને તેના માણસને બોલાવી મોબાઈલ ફોન લઈને રૂપિયા ફેક્ટરીમાં આપવાનું કહી રાજુ રાજપૂત વેગન આર નંબર ( MH-04 GZ-0389) માં બેસાડી સુગર ફેક્ટરીના ગેટ પાસે ગાડી લાવી સની જસાણી એનો માણસ રાજુ રાજપૂત સાથે ગાળા ગાળી કરવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી મોબાઈલ ફોનના રૂપિયા ન આપી તેને ગાડી માથી ઉતારી નાસી જવાની ઘટનામાં ઓલપાડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સીરાજ સીદાત અને મેહુલ અલગોતર ને મોબાઈલ ફોન સાથે પકડી પાડેલા જયારે ચેતન ભરવાડ ને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.