તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સાયણ ખાતે ભંગારના ગોડાઉનમાં આગથી 3 કારીગર ગંભીર રીતે દાઝ્યા

ઓલપાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મશીન પર સફાઇ કરતા કર્મચારી સમજે તે પહેલાં આગમાં સપડાયા - Divya Bhaskar
મશીન પર સફાઇ કરતા કર્મચારી સમજે તે પહેલાં આગમાં સપડાયા
 • શોર્ટસર્કિટના કારણે આગ બેકાૂબૂ બનતા સુરતથી ફાયર ફાયટરો બોલાવાયા

સાયણ ગામે આવેલા ભંગારના ગોડાઉનમાં શનિવારની સાંજે અચાનક આગ લાગવાની ઘટના બનતા આંખનાં પલકારામાં આગે ગોડાઉનને ઝપેટમાં લેતા ગોડાઉનમાં તૈયાર થયેલો માલ બળીને ખાક થતા મોટું નુકસાન થયુ હતુ. આગ લાગી ત્યારે કામ કરતા 3 કારીગરો ગંભીર રીતે દાઝતા સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા.

ઓલપાડ તાલુકાના સાયણ ગામે સાયણ પૂર્વ કઠોર રોડ મેઈન રોડને અડીને ખેતરની ખુલ્લી જગ્યામાં યુસુફ ઈસરાઈલ ખાનની ભંગારનું ગોડાઉન આવેલું હોય જ્યા જુદી જુદી જાતના ભંગાર એકત્ર કરી સફાઈ કરવાની કામગીરી કરવામાં આવે છે. શનિવારે બપોરબાદ યુસુફભાઈના ગોડાઉનમાં કારીગરો સાફસફાઈનું કામ કરતા હતા. ત્યારે ત્યાંથી પસાર થતાં વીજતારમાં અચાનક શોર્ટસર્કિટ થતાં આગના તણખા નજીકમાં પડેલા ભંગારમાં પડતા આગ વધુ વકરી હતી. ત્યાં નજીકમાં મશિન પર કામગીરી કરતા કારીગરો અને અન્ય માણસોને આગ લાગવાની ખબર પડે ત્યાં સુધીમાં આંખના પલકારામાં આગ ગોડાઉનમાં પ્રસરી હતી. આગ બેકાબૂ બની ગોડાઉનની માલસામગ્રીને ઝપેટમાં લેતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગની ઝપેટમાં આવતા મશિન પર કામગીરી કરતા 3 મજૂર ગંભીર રીતે દાઝતા સારવાર માટે 108 મારફત સુરતની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયારે 4.30 કલાકે લાગેલી આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘટનાસ્થળે હાજર લોકોએ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી ફાયર ફાઈટર બોલાવતા તેમને આવતા 1 કલાક લાગ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉપર સુધી જતા હતા.

સાયણ ગામથી કિલોમીટર દૂર સુધી આગ લાગવાની બાબતે આજુબાજુના ગ્રામજનોને ખબર પડતા લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થયું હતું. ફાયર ફાઈટર આવે તે પહેલા ગોડાઉન પર કામ કરતા કારીગરોએ એનકેન પ્રકારે આગને વધતી અટકવવા મોટી જહેમત કરવા સાથે ફાયર ફાઈટરની મદદે 2 કલાક બાદ આગ કાબૂમાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો