તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઝઘડી રહેલા બે દીકરાને છોડાવવા જતા પિતા પર જ કુહાડીથી હુમલો

ઓલપાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેરડી ગામની ઘટનામાં પિતા પર હુમલો કરી પુત્ર ફરાર

ઓલપાડ તાલુકાના શેરડી ગામે ઝઘડો કરી રહેલા પોતાના 2 પુત્રોને છોડવવા જતા એક પોતોના પિતા પર જ કુહાડીથી હુમલો કરી દેતા તેમને ગંભીર ઇજા થઇ હતી. ઓલપાડ તાલુકાના શેરડી ગામે રહેતા કુસુમબેન ગણપતભાઈ વસાવા (50) જે પતી અને તેના બે દીકરા સાથે ખેટ મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા છે. 1 જુન ના રોજ રાત્રીના જમી પરવારી ઘરે દીકરાઓ સાથે બેઠેલા હતા ત્યારે મોટો દીકરો કિશન નાના દીકરા વિક્રમ ઉર્ફે ભલીયાને કહેલ કે માતા પિતા તું નાનો છે એટલે તને સારી રીતે રાખી જમવાનું પણ સારી રીતે આપે છે. મારૂ ધ્યાન રાખતા નથી ત્યારે કિશને કહેલ કે માતા પિતા તને પણ સારી રીતે રાખે છે તું આવી વાતો કેમ કરે છે.

જે બાબતે વિક્રમ ઉર્ફે ભલીયા ને ગુસ્સો આવતા બનેવ ભાઈ વચ્ચે બોલા ચાલી થઈ હતી. ઝગડા માં ગણપતભાઈ તેઓ બન્નેને છોડવવા વચ્ચે પડતા વિક્રમે તેના પિતાને નાલાયક ગાળો આપી તું કેમ વચ્ચે પડે છે ? એમ કહી કુહાડી ઉઠાવી તેના પિતા ગણપતભાઈને માથા જમણી બાજુએ ઘા મારતા કુસુમબેન વચ્ચે પડતા વિક્રમે તેની મા ને પણ નાલાયક ગાળો આપી મારા મારી ઘરેથી ભાગી છુટેલો.

ગણપતભાઈને ગંભીર ઈજા થતા લોહી લુહાણ હાલતા આખી રાત ઘરે રહેતા સવારે હાલત નાજુક થતા તેમના સંબંધીઓ આવીને સવારે 108 દ્વારા સુરત સિવિલમાં સારવાર માટે લઈ ગયેલ. જયારે ઘટના સંદર્ભે ઓલપાડ પોલીસે હત્યાની કોસીસ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી કિશન ને પકડી પાડ્યો હતો જયારે મુખ્ય આરોપી વિક્રમ ઉર્ફે ભલીયા ને પોલીસ હજુ સોધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...