તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ઇસનપોર ગામે રહેતો આખો પરિવાર બે મહિનાથી ગુમ, સંબંધી પોલીસમાં પહોંચ્યા

ઓલપાડ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મૂળ રાજપીપળાના જશુભાઈ પંચાલ પરિવાર સાથે ઈસનપોરમાં રહેતા હતા

રાજપીપળાનો પંચાલ પરિવાર ઓલપાડ તાલુકાના ઇસનપોર ગામે ભાડાના મકાનમાં રહેતો હોય, ત્યારે ગત 30 જાન્યુઆરી 2021ના રોજ અચાનક ઘર ખાલી કરીને પરિવાર ક્યાંક ચાલી ગયા બાદ બે મહિના સુધી આખા પરિવારનો કોઈ સંપર્ક ન થતા પરિવાર સાથે કોઈક અગમ્ય ઘટના બની હોવાના શકને આધારે સંબંધીએ ઓલપાડ પોલીસમાં ફરિયાદ આપી હતી.

હકીકત મુજબ મૂળ રાજપીપળાની પંચવટી સોસાયટી શંકર ભગવાનના મંદિર સામે કોલેજ રોડ ખાતે રહેતા જશુભાઈ ભાઈલાલભાઈ પંચાલ ઉ.વ 45એ આજથી બે મહિના પહેલા ઓલપાડ તાલુકાના ઇસનપોર ગામે આવેલી રોયલ પાર્ક સોસાયટીમાં મકાન નંબર 467 ભાડેથી રાખી પરિવાર સાથે અહીં રહેવા માટે આવેલા જશુભાઈ ભાડે રીક્ષા ચલાવવાનું કામ કરતા હોય, ત તારીખ 30 જાન્યુઆરી 2021ના રોજ તેઓ અચાનક ભાડાનું ઘર ખાલી કરી ક્યાંક ચાલી ગયા હતા.

ઘર ખાલી કરીને ગયા બાદ તેમના સંબંધીઓ દ્વારા સંપર્ક કરવાની કોશિશ કરતા જશુભાઈ કે તેમના પરિવારના અન્ય કોઈ પણ સભ્યનો સંપર્ક ન થતા થોડા દિવસ બાદ રાજપીપળા ખાતે રહેતા તેમના ભાઈ પ્રહલાદભાઈ પંચાલ ઇસનપોર ગામે પરિવારને મળવા માટે આવતા તેમને જાણવા મળેલ કે તેઓ ઘર ખાલી કરીને ચાલી ગયા છે, ત્યારે પ્રહલાદભાઈએ તેમની સતત બે મહિના સુધી શોધખોળ કરવા છતાં આખા પરિવારનો કોઈ અતો પતો ન લાગતા તેમની સાથે કોઈ અજુગતી ઘટના બની હોવાનું માની તેમણે પરિવાર ગુમ થવાની બાબતે બે મહિના પછી ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી પરિવારની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો