ખેડૂતો ચિંતિત:ગરમીનો 40 ડિગ્રીએ પારો પહોંચતા ડ્રેગન ફ્રૂટની ખેતી પર માઠી અસર

ઓલપાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રેગન ફ્રૂટના છોડ પીળા પડવા સાથે એપ્રિલ અને મે ફ્લાવરિંગનો સમય હોય ત્યારે ફૂલ ખરી પડ્યા

વિદેશમાં થતાં ડ્રેગન ફ્રૂટને ગુજરાતની આબોહવા અને જમીન માફક આવતા ખેડૂતો મોટા પાયે ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ આકર્ષાયા છે. વધુમાં વધુ 20 ℃ થી 30 ℃ તાપમાન ડ્રેગન ફ્રૂટની ખેતી માટે અનુકૂળ હોય ત્યારે હાલ 40 ડિગ્રી તાપમાને ખેડૂતો છોડ અને પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. અતિશય પડી રહેલી ગરમી અને ઊંચા તાપમાને લઈને ડ્રેગન ફ્રૂટના પાક પર ખતરો ઊભો થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

વાસ્તવમાં ડ્રેગન ફ્રુટ મુખ્યત્વે મલેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, સંયુક્ત રાજ્ય અમેરિકા અને વિયેટનામ જેવા દેશોમાં ઉગાડવામાં આવે છે, પરંતુ હવે ભારત પણ ડ્રેગન ફ્રુટની ખેતીમાં પાછળ નથી. ભારતીય ખેડુતોને કારણે 1990ના દાયકાની શરૂઆતમાં ભારતમાં ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન શરૂ થયું અને ઘરેલુ બગીચામાં આ ફળને ઉગાડવાની શરૂઆત થઈ. વિવિધ રાજ્યો સાથે ગુજરાતના ખેડુતો દ્વારા ખેતી માટે ડ્રેગન ફ્રૂટ્સના ઉપયોગમાં વધારો થતાં, તેની લોકપ્રિયતા પણ ખૂબ જ ઝડપથી વધવા લાગી. કહેવાય છે ડ્રેગન ફ્રૂટની આપણા દેશમાં થતી ખેતીમા ગુજરાતનું ઉત્પાદન થકી 40 ટકા જેટલો હિસ્સો છે.

ગુજરાતમાં અનેક પ્રગતિશીલ ખેડૂતો વૈજ્ઞાનિક તથા પાકૃતિક રીતે ડ્રેગન ફ્રૂટની ની ખેતી કરી મોટાં ઉત્પાદન સાથે સારી કમાણી કરતા થયાં છે. ત્યારે ઓલપાડ તાલુકાના આછારણ ગામે ડ્રેગનની ખેતી કરતા જશવંતભાઈ પટેલના કહેવા મુજબ વિદેશી અને હાલ દેશી ફળ કહેવાતા ડ્રેગન ફ્રૂટ ને વધુમાં વધુ 20 ℃ થી 30 ℃ તાપમાન અનુકૂળ હોય છે. આ વર્ષે ગરમીએ તાપમાનનો પારો ઊંચો લઈ જતા હાલ 38 થી લઈને 40 ડિગ્રી સુધી ગરમી પડી રહી છે. ડ્રેગન ફ્રૂટ ના છોડને વધુ ગરમી માફક નથી આવતી ત્યારે હાલ ની 40 ડિગ્રી જેટલી ગરમી પાક માટે ખતરા રૂપ બની છે.

જો ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં વાવેતર કરાયું હોય તો જૂન સુધીમાં ઉત્પાદન આરામથી થવા લાગે છે. એપ્રિલ મહિનાથી છોડ પર ફૂલ આવતા થાય છે ત્યારે જૂનથી નવેમ્બર સુધી ફળ આપે છે. હાલ છોડ પર ફલાવરિંગ નો સમય છે ત્યારે જ અતિશય ગરમી સાથે 40 ડિગ્રી જેટલું તાપમાન રહેતા છોડ પીળા પડવા સાથે ફૂલ પણ ખડી પડે છે.

40 ડિગ્રી તાપમાને છોડ અને તેના પર થયેલા ફૂલ ને બચાવવા મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગના કહેવા મુજબ ગરમી માં હજુ વધારો થશે ત્યારે જો તાપમાન ઊંચું થયું તો ડ્રેગન ફ્રૂટની ખેતી પર તેની ખુબજ માંથી અસર થશે. એપ્રિલથી જૂન એ છોડ પર ફ્લાવરિંગ નો સમય ગાળો હોય ત્યારે ગરમીથી છોડને નુકસાન થવાથી ચાલુ વર્ષે ડ્રેગન ફ્રૂટ નો પાક ઓછો આવવાની શક્યતા છે.

વધુમાં વધુ 20 ℃થી 30 ડિગ્રી તાપમાન ડ્રેગન ફ્રૂટની ખેતી માટે અનુકૂળ
ડ્રેગન ફુટના છોડના સારા વિકાસ માટે 50 થી 1000 મીમી સરેરાશ વરસાદ જરૂરી ગણાય છે. ઉષ્ણ કટીબંધ આબોહવા અને વધુમાં વધુ 20 ℃ થી 30 ℃ ડિગ્રી તાપમાન ડ્રેગન ફ્રૂટની ખેતી માટે અનુકૂળ છે. મતલબ સાવ સુક્કા પ્રદેશમાં સિચાઈની સુવિધા હોય તો ત્યાં પણ ડ્રેગન ફ્રૂટ નું વાવેતર થઈ શકે છે. વધુ વરસાદવાળા વિસ્તારમાં ખેડૂતોએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે વરસાદના વધારાનું પાણી ખેતરની બહાર કાઢવાની વ્યવસ્થા કરી લેવી જોઈએ. જો વરસાદનું પાણી ભરાઈ રહે તો છોડના થડ અને ફળની અંદર સડો થાય છે.

પાક બચવવા વોટર ફોગિંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી
ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 30 ડિગ્રી તાપમાને થતાં ડ્રેગન ફ્રૂટ ને આપની આબોહવા અને વાતાવરણ માફક છે. મે ખેતી કરવાની ચાલુ કરી ત્યાર બાદ પ્રથમ વખત ઉનાળામાં 40 ડિગ્રી જેલું ગરમીનું તાપમાન નોંધાયું છે. 40 ડિગ્રી તાપમાન ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ખતરા રૂપ છે, એપ્રિલથી છોડ પર ફલવરિંગ થતું હોય છે ત્યારે અતિશય ગરમીને લઈને છોડ પીળો પડવા સાથે ફૂલ પણ ખડી પડ્યા છે. અતિશય ગરમી થી છોડ અને તેના પર આવેલા ફૂલને બચાવવા પાણીનો ફુવારો થી સતત છંટકાવ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. - જશવંત પટેલ, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...