તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડીયાત્રા:દાંડીયાત્રા દેલાડને બદલે સાયણ પહોંચી, બે રાત્રિનું રોકાણ પણ સાયણ ખાતે જ

ઓલપાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 1930ની 30 માર્ચે વરસાદ થતાં દાંડીયાત્રા બે દિવસ દેલાડ ગામે રોકાઈ હતી

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે નીકળેલી દાંડીયાત્રાનુ મંગળવારની સાંજે દેલાડ ગામે ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યા બાદ દાંડી યાત્રા દેલાડ ગામને બદલે 2 કિલોમીટર વધુ ચાલી સાયણ પહોંચતા લોકોમાં અચરજ ફેલાયુ હતુ, એટલુંજ નહિ પણ 2 દિવસ યાત્રા સાયણ જ રોકાવાની હોવાથી 1930ની દાંડી યાત્રાનો ભંગ થવા જેવું તંત્રે આયોજન કર્યાનું નોંધાયું છે.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આયોજિત દાંડીયાત્રા તા.30મી માર્ચના રોજ સવારે 6.15 વાગે ઓલપાડના ભટગામથી નીકળી સાંધિયેરમાં બપોરના રોકાણ બાદ સાંજે દેલાડ ગામે આગમન થયું હતું. દેલાડ ગ્રામ પંચાયતના આયોજન સાથે રાજકીય અને સહકારી આગેવાનોની ઉપસ્થતીએ ઉષ્માભર્યું સ્વાગત કરાયું, જ્યારે દાંડીયાત્રા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 30 માર્ચની સાંજે દેલાડ પહોંચી ત્યારે લોકોને એવું હતું કે દાંડીયાત્રા દેલાડ ગામે રોકાણ કરશે. પરંતુ યાત્રી નિવાસથી 2 કિલોમીટર દૂર સાયણ ગામે આવેલા પાર્ટી પ્લોટ પર યાત્રા લઈ જવા સાથે 30 અને 31મી માર્ચના રોજ સાયણ ડી.આર. ઈ. ડી સાર્વજનિક વિદ્યાલય ખાતે રાત્રિ રોકાણ કરશે.

1930ની 30 માર્ચે દાંડીયાત્રા દેલાડ પહોંચી ત્યારે ભારે વરસાદ થવાથી યાત્રીઓ જઈ શકે તેમ ન હોવાથી યાત્રા 30 અને 31 માર્ચ દેલાડ રોકાય હતી. 1 લી એપ્રિલેે સાયણથી નીકળી છાપરાભાઠા પહોચશે, જ્યાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દાંડીયાત્રામાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો