તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ઓલપાડ કોલેજ સામેના ખુલ્લા મેદાનમાંથી યુવકની લાશ મળી

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શંકાસ્પદ મોત અંગે પોલીસે તપાસ હાથ ધરી

ઓલપાડ-હાથીસા રોડ ઉપર આવેલ પી.કે.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સામેના ખુલ્લા મેદાનમાંથી મૂળ ઉત્તરપ્રદેશના વતની અને ઓલપાડમાં રહી મજૂરી કામ કરતા યુવકની લાશ મળી આવી હતી. ઘટના અંગે સૂત્રો પાસેતી મળતી વિગત મુજબ હાલ ઓલપાડ ટાઉનમાં પરમ રો-હાઉસ, ઘર નં.19માં ભાડેથી રહેતા અને મુળ ઉત્તરપ્રદેશના મેનપુરી જિલ્લાના વતની શ્યામભાનસિંગ શ્રીભગવાનસિંગ યાદવ (40)મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે.

ગત શુક્રવાર,તા.27 ના રોજ સવારે-8 થી 3 કલાક દરમ્યાન હરકોઇ સમયે તેનું કોઇ અગમ્ય કારણસર મોત થતા તેની લાશ ઓલપાડ કોલેજ સામેના ખુલ્લા મેદાનમાંથી મળી આવી હતી. આ બાબતે મૃતકના નાના ભાઈ રામભરત યાદવે ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી. જેના પગલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશનો કબજો લઈ તેનું ઓલપાડ ખાતેના સરકારી દવાખાનામાં પીએમ કરાવ્યું હતું.જો કે મૃતક શ્યામભાનસિંગનું મોત કુદરતી છે કે પછી કોઈ અન્ય કારણથી થયું છે તેની વધુ તપાસ પહેલા પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હેકો.સંજય ધરમશી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...