કાર્યવાહી:ઓલપાડ અને અંકલેશ્વરથી બાઈક ચોરનાર માંડવીથી પકડાયો

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરીના ગુના બનતા હોય એલ.સી.બી સુરત ગ્રામ્યએ અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ દિશામાં કામ કરી રહી હતી.

એલ.સી.બી.શાખાના પોલીસ માણસોની અલગ અલગ ટીમો ગ્રામ્ય જિલ્લા વિસ્તારમા મોટર સાઈકલ ચોરીના ગુનાઓ વધુ પ્રમાણમા બનતા હોય જેથી ચોક્કસ દીશામાં કરી રહી હતી, જે આધારે કીમ-કોસંબામા વોચમાં હતા. દરમિયાન ગ્રામ્ય એલ.સી.બી ના હે.કો. હરસુરભાઈ તથા હે.કો વિક્રમભાઈને બાતમી મળેલ કે અમર મઠાર સમા (સીંધી) (35) (રહે.403 કોહીનુર એપાર્ટમેન્ટ કીમ ચોકડી પાલોદ તા.માગરોલ જી.સુરત મુળ રહેતામલીયા થાના.તા.રામસરજી.બાડમેર (રાજસ્થાન) નામનો ઇસમ એક નંબર વગરની ચોરીની મો.સા.લઇ કીમ ચાર રસ્તાથી માંડવી તરફ જવાના રસ્તા ઉપર નહેર પાસે ઉભેલ છે. જે આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બાતમીવાળો ઈસમ બાઇક સાથે ઉભેલ હોય જેને ઝડપી પાડ્યો હતો.

ઈસમ પાસેની મોટરસાઈકલ બાબતે સઘન પુછપરછ કરતા પોતાના મિત્રો સાથે ઓલપાડ તાલુકાના સીવાણ ગામની હદમાથી મોટરસાઈકલ ચોરી કરેલ હોવાનુ તથા આ સિવાય ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બકરોલ ગામેથી પણ મોટર સાઈકલ ચોરી કરી પોતાના રૂમની નીચે એપાર્ટમેન્ટના પાર્કિગમા રાખેલ હોવાનુ જણાવ્યું હતું.

પાલોદગામની હદમાં કોહીનુર એપાર્ટમેટના પાર્કીંગમાંથી ચોરીની એક મોટરસાઈકલ તથા આરોપીના કબજામાંથી મળી આવેલ મોબાઈલ મળી કુલ્લ રૂ.60,000 નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી વિરુધ્ધમાં કાર્યવાહી કરી કોસંબા પો.સ્ટે ખાતે સુપ્રત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...