તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

70 વર્ષ જૂની પરંપરા તૂટશે:ઓલપાડના સરસ ગામે હોળીના અંગારા પર ચાલવાની મનાઈ ફરમાવી, હોલિકા દહન પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે થશે

ઓલપાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
હોળીના અંગારામાં ખુલ્લા પગે ચાલતા ભક્તોની ફાઈલ તસવીર. - Divya Bhaskar
હોળીના અંગારામાં ખુલ્લા પગે ચાલતા ભક્તોની ફાઈલ તસવીર.
 • સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તેમ ન હોવાથી મહામારીના રોગને ધ્યાને લઈને ગ્રામજનોનો નિર્ણય

સરસ ગામે ખુલ્લા પગે હોળીના અંગારા માં ચાલવાની ભક્તોની માન્યતા હોવાથી વર્ષોથી હોળીના તહેવાર પર ચાલતી આવેલી પરંપરા કોરોના મહામારીને લઈને તૂટશે. કોરોના મહામારીને લઈને ગ્રામજનોએ હોળીના અંગારા પર ચાલવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.હોળીના તહેવારની વિવિધ પ્રકારે ઉજવણી કરાતી હોય ત્યારે ઓલપાડ તાલુકાના સરસ ગામે પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. સરસ ગામે ગામના મધ્યમાં ગ્રામજનો ભેગામળી હોળી પ્રગટાવ્યા બાદ હોળીના સળગતા અંગારા પરથી ખુલ્લા પગે ચાલી પોતાની માનતા પૂરી કરતા આવ્યા છે.

70 વર્ષથી પરંપરા ચાલે છે
એકમાત્ર ઓલપાડ તાલુકામાં અનોખી રીતે શ્રદ્ધા પૂર્વક હોળીના તહેવારની ઉજવણી થતી હોઈ અહીં સુરત શહેર સાથે તાલુકાના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા અને હોલિકા દર્શન કરવા માટે આવે છે. સરસ ગામે હોળીના અંગારા પર ચાલવાની 70 વર્ષ અગાઉથી પરંપરા ચાલી આવી છે.યુવાનોથી લઈને વૃદ્ધો સુધી લોકો હોળી માતાની પૂજા અર્ચના કર્યાબાદ નજીકમાં આવેલા ગામ તળાવમાં સ્નાન કરી હોળીના સળગતા અંગારામાં ખુલ્લા પગે ચાલે છે. ખુલ્લા પગે ચાલવા છતાં કોઈને પણ પગમાં કોઈપણ પ્રકારની ઈજા થતી ન હોવાથી ભક્તોની શ્રદ્ધા અને આસ્થા વધતા લોકોની મોટી સંખ્યામાં આવતા હતા.

કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી હોળી ઉજવાશે
હાલ વૈશ્વિક કોરોના મહામારી હોવાથી જન મેદની ભેગી કરવા સાથે હોળીના તહેવારની ઉજવણી પર સરકારે પ્રતિબંધ લગાવવા સાથે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તેમ ન હોવાથી વૈશ્વિક કોરોના મહામારીના રોગને ધ્યાને લઈને ગ્રામજનોએ મહત્વનો લોક હિતમાં નિર્ણય કરતા હોળીના અંગારા પર ખુલ્લા પગે ચાલવાની 70 વર્ષ જૂની પરંપરા તૂટશે. ગામના આગેવાન બ્રિજેશભાઇ પટેલના કહેવા મુજબ ગામની મધ્યે હોળી પ્રગટાવવામાં આવશે જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી પૂજા વિધિ કરવાની બાબતે પૂરતું ધ્યાન રાખવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો