તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પુલ ન બનાવાતા બોટના 35 ફેરા મારી દાંડી યાત્રાને સુરત જિલ્લામાં પ્રવેશ કરાવવો પડ્યો

ઓલપાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
બોટની ક્ષમતા 5 લોકોની જ હોવાથી કામગીરી રાત્રે 9 વાગ્યા સુધી ચાલતી રહી - Divya Bhaskar
બોટની ક્ષમતા 5 લોકોની જ હોવાથી કામગીરી રાત્રે 9 વાગ્યા સુધી ચાલતી રહી
 • ઉમરાછીમાં સુવિધાના અભાવે દાંડી યાત્રીઓને આરામ કરવા પણ 5 કિમી દુર બોલાવ જવું પડ્યું

આઝાદીના અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદથી નીકળેલી દાંડી યાત્રા ભરૂચ જિલ્લામાં ભ્રમણ કર્યા બાદ 28 માર્ચની સાંજે ફાયબર બોટના સહારે ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે આવી પહોંચી હતી.જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પરંતુ ૧૯૩૦ થી યોજાતી આવેલી દરેક દાંડી યાત્રાને ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે પ્રવેશ કરવા માટે કીમ નદી પસાર કરવી પડી છે, અહીં વાંસનો કાચો પુલ બનાવવાની કામગીરી કરાઇ હતી, પરંતુ આ વખતે તંત્રના પાપે પ્રથમ વાર દાંડી યાત્રીઓને ફાયર બ્રિગેડની મદદે ફાયર બોટમાં બેસાડીને ઉમરાછી ગામે લાવવામાં આવ્યા હતા.

આટલુંજ નહી પણ દાંડી યાત્રીઓ માટે ઉમરાછી ગામમાં રહેવાની સુવિધા ન બનાવાતા યાત્રીઓને 5 કિલોમીટર દુર બોલાવ ગામે આસરો અપાયો છે, સવારે ફરી સ્કુલની બસ ઉમરાછી ગામે મુકવા માટે આવશે. આટલુંજ નહી પણ ૨૮ તારીખની રાત્રે ઉમરાછીથી જ નહી પણ ૨૯ તારીખે ભટગામથી પણ 10 કિલોમીટર દુર વિસામાંની વ્યવસ્થા કરાઇ છે.1930થી લઇ અત્યાર સુધી તમામ દાંડી યાત્રાને કીમ નદી પાર કરાવવા અહીં લાકડાનો પુલ બનાવાયોહતો.

પરંતુ આ વખતે સાંજે 7 વાગ્યે ઉમરાછી ગામના સામે કિનારે કિમ નદી પર યાત્રા પહોંચી ત્યારે બોટ કામે લાગતા એક ફેરામાં 5 યાત્રી લાવવાની ક્ષમતા હોવાથી બોટે કિમ નદીમાં રાત્રીના 9 વાગ્યા સુધીમાં 35 ફેરા લગાવ્યા ત્યારે દાંડી યાત્રીઓ ઉમરાછી ગામ પહોંચ્યા હતા. બોટ દ્વારા કામગીરી કરવામાં સમય લાગતા રાત્રીના અંધકારમાં 9 વાગ્યા સુધી ચાલેલી કામગીરી દરમિયાન દાંડી યાત્રી સાથે અન્ય લોકોએ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કુંવરજી બાવળિયા અને કિશોરભાઈ કાનાણી હાજરી આપશે
દાંડીયાત્રા નિમિત્તે 29 તારીખે ભટગામે યોજાનારા ખાસ કાર્યક્રમમાંમંત્રી કુંવરજીભાઈ બાવળિયા હાજરી આપશે. જયારે 30 અને 31 માર્ચે બે રાત્રી દેલાડ ગામે રોકાણ હોય, ત્યારે મંત્રી કિશોરભાઈ કાનાણીની ખાસ ઉપસ્થતિમા વિવિધ કાર્યક્રમો યોજાશે.
ઉમરાછીમાં સગવડ ન હોવાની ખાનગી સ્કૂલમાં રાખવા પડ્યા
ઉમરાછીમાં દાંડી યાત્રા રાખવાની સુવિધા નથી. ખાનગી સ્કૂલમાં તમામ સગવડ હોવાથી તેમને ત્યાં રાખવાનો નિર્ણય કર્યો છે. - દિનેશ કદમ, જિલ્લા રમત ગમત અધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો