વિઝિટ:સોંદલાખારામાં ઓપન જેલ બનાવવા સરવે શરૂ

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેલના અધિકારીઓની સ્પોટ વિઝિટ

સુરત શહેરની લાજપોર જેલના પાકા કામના કેદીઓ માટે ઓપન જેલ બનાવવા રાજ્ય સરકારે કમર કસી છે,ત્યારે આ જેલ બનાવવા ઓલપાડ વિસ્તારના સોંદલાખારા ગામની સરકારી જમીન ઉપર પસંદગી ઊતારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઓપન જેલ બનાવી કેદીઓની રૂચિ મુજબની રોજગારી ઉભી કરી કેદીઓના સ્કીલ ડેવલોપમેન્ટની જાહેરાત કરી છે. જેના ભાગરૂપે આ ઓપન જેલ બનાવવા સરકારી જમીન સંપાદન માટે જિલ્લા કલેકટર આયુષ ઓકે ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામની દરિયાઈ પટ્ટીની તથા લાજપોર તરફની સરકારી જમીન જેલ સત્તાવાળાઓને બતાવી હતી.

જેથી જેલ સત્તાધીશોએ આજે શુક્રવારે ઓલપાડના સોંદલાખારા ગામની સ્થળ મુલાકાત લીધી હતી.સુરત લાજપોર જેલના સુપ્રિટેન્ડન્ટ મનોજ નીનામા સાથે જોતરાયેલા સુરત ડી.એલ. આર.ની ટીમ,ઓલપાડ મામલતદારે સોંદલાખારા ગામની બ્લોકના-579 પૈકી 1 અને 522 વાળી 50 હેક્ટર જમીનમાં સર્વેની કામગીરી શરૂ કરી હતી.

સ્કીલ ડેવલોપમેન્ટથી કેદીઓનેે લાભ થશે
લાજપોર જેલમાં હાલ કુલ 4760 કાચા-પાકા કેદીઓ પૈકી 640 પાકા કામના કેદીઓ છે.ઓપન જેલ શરૂ થવાથી કેદીઓના સ્કીલ ડેવલોપમેન્ટ સાથે પુનર્વસન માટે આર્શીવાદરૂપ બનશે.આ ઓપન જેલમાં પાકા કામના કેદીઓ માટે તેમની રૂચિ મુજબ પશુપાલન,ખેતી કરવા સાથે ડાયમંડ પોલિશિંગ અને ટેક્ષટાઇલ, એમ્બ્રોઇડરી તેમજ જરી ઉદ્યોગ વર્કની કામગીરી કરી શકશે.> મુકેશભાઈ પટેલ, ઉર્જામંત્રી

​​​​​​​કેદીઓને રોજગારની નવી તકો મળતી થશે
અમે કેદીઓની જરૂરિયાતને ધ્યાનમાં લઈ આગામી એકથી દોઢ મહિનામાં જમીન નીમ કરી દેવાની કાર્યવાહી કરનાર છે. આ ઓપન જેલનો મુખ્ય હેતુ જેલવાસ ભોગવતા પાકા કામના કેદીઓમાં વધુને વધુ સ્કીલ ડેવલોપમેન્ટ થાય તેમજ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાખોરીની દુનિયામાં પગ નહીં મૂકે. > મનોજ નિનામા,જેલ સુપ્રિટેન્ડન્ટ,લાજપોર)

અન્ય સમાચારો પણ છે...