કાર્યવાહી:જાતિવિષયક અપશબ્દો બોલી હુમલો કરનાર 4 વિરૂદ્ધ એટ્રોસિટી હેઠળ અટક

ઓલપાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયણમાં અંબા માતાની વિસર્જન યાત્રામાં રોડની બાજુ પર નાચવાનું કહેતા હુમલો

ઓલપાડના સાયણ ટાઉનમાં અંબા માતાજીની મૂર્તિ સાથે નીકળેલી વિસર્જન યાત્રામાં નાચતા યુવકોને રોડની બાજુ પર નાચવાનું કહેતા સામાન્ય બાબતે પર-પ્રાંતિ ઈસમના ટોળાએ આદિવાસી સમાજના દંપત્તિ સહિત ચારને લાકડાના ફટકાથી ફટકારી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જયારે ઘટના બાબતે પોલીસે ગુનો નોધ્યાના એક મહીને એટ્રોસિટી એક્ટ મુજબ ની કલમનો ઉમેરો કરી આઓપીની અટક કરી હતી. ગત તા. 15મી ઓક્ટોબરના રોજ સાંજે જીતુ રબજીભાઈ વસાવા (રહે-28, છાપરી નહેર કોલોની, સાયણ) તેઓ પત્ની જાગૃતિબેન સાથે સાયણ સુગર રોડ પર આવેલ મોટી નહેર પર ચંપલ સિવડાવવા ઉભેલા હતા.

તે સમયે સાયણ સુગર તરફથી અંબા માતાજીની મૂર્તિ લઈને આવતી વિસર્જન યાત્રામાં શંકર નામના નાચતા ઈસમથી જીતુભાઇને ધક્કો લાગતા જીતુએ રોડની બાજુમાં નાચવાનું કહ્યું હતું. જેથી શંકર તથા તેની સાથેના અન્ય 3 ઈસમો લાકડીના દંડા લઈને ધસી આવતા શંકરે દાદાગીરી કરી કહ્યું કે આ રસ્તો તારા બાપનો નથી ? અમારે જ્યાં નાચવું હશે, ત્યાં નાચીશું, તેમ બોલી તેણે જીતુને જાતિવિષયક અપમાન જનક અપશબ્દો સાથે નાલાયક ગંદી ગાળો આપી હતી. એટલું જ નહીં પણ તેઓએ લાકડીના દંડાથી હુમલો કરી જીતુ વસાવાને શરીરે જુદી-જુદી જગ્યા પર ઇજા પહોંચાડી હતી.

જયારે તેની પત્ની જાગૃતિબેનને ડાબા હાથે તથા માથાના ભાગે, આકાશ ચંદ્રકાન્ત વસાવાને પીઠના ભાગે, હિતેશ વસાવાને ડાબા ખભાના ભાગે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી છૂટયા હતા.જેથી આ ઘટનામાં ભોગ બનેલા આદિવાસી સમાજના લોકો પોલીસ ફરિયાદ કરવા સાયણ પોલીસ ચોકીએ પહોંચી અરજી આપવા છતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ન હતી. પરંતુ આ ઘટનાના 2 દિવસે પછી ફરિયાદ નોંધાતા હુમલો કરનાર પર-પ્રાંતિ ઓરિસ્સાવાસી ઈસમો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

જ્યારે ભોગ બનેલાં લોકો અનુ.જન.જાતિના હોવાથી સુરત એસ.સી. એસ.ટી સેલ દ્વારા મંગલ નાહક, સંગ્રામ અને પ્રમોદ અને શિવો આમ ચાર પરપ્રાંતીય વિરૂદ્ધ ઘટના બન્યાના 1 મહીને ફરિયાદમાં એટ્રોસિટી એક્ટ મુજબની કલમનો ઉમેરો કરી ચારેયની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...