બદલીનો દોર:સુરત ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે.ખાચરની અમદાવાદ શહેરમાં બદલી

ઓલપાડએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત ગ્રામ્યમાં લાંબો સમય ફરજ બજાવી

ઓલપાડ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બી.કે.ખાચરની અમદાવાદ શહેરમાં તાત્કાલીક અસરથી બદલી કરવામાં આવી છે. જયારે સુરત ગ્રામ્યમાં દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા બી.ડી.શાહની બદલીનો આદેશ કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત પોલીસ વડા આશિષ ભાટીયાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકાણા વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી એક જ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપવાનું શરૂ કર્યો છે.જેના પ્રથમ રાઉન્ડમાં તા.05 ઓગસ્ટ, શુક્રવારે મોડી સાંજે રાજ્યના ૫૫ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીનો આદેશ કર્યો છે.

જે આદેશ મુજબ સુરત ગ્રામ્ય પોલીસ વિભાગમાં એલ.સી.બી. / એસ.ઓ.જી.શાખા સહિત તાલુકા મથકના વિવિધ પોલીસ મથકમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા અને હાલમાં ઓલપાડ પોલીસ મથકમાં ટૂંકા સમયગાળા માટે ફરજ બજાવતા બાવકુભાઈ કે.ખાચરની અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. જયારે હાલમાં દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા પીઆઇ બી.ડી.શાહની સુરત ગ્રામ્ય પોલીસ વિભાગમાં બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...