તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે મીઠાશની પરખ:આજે દ.ગુજરાતની સુગર મિલોમાં નક્કી થશે શેરડીના ભાવ

ઓલપાડ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓછી રિકવરી સહિતના કારણોને લઇ શેરડીનો ભાવ ગત વર્ષ કરતા 250થી 600 નીચો રહેવાની શક્યતા

આજે સુગર મિલો નવી સીઝનના શેરડીના ભાવ જાહેર કરવાની તૈયારીમાં છે. ગત વર્ષની સરખામણીમાં શેરડીના વાવેતરમાં વધારો થવા સાથે મબલક પાક હોવા છતાં શેરડીના ભાવને અસર કરતા અનેકવિધ પાયાના પરિબળોને લઈને ગત વર્ષની સરખામણીમા 250 થી 600 રૂપિયા જેટલો નીચો ભાવ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

દક્ષિણ ગુજરાતની સહકારી ધોરણે કાર્યરત સુગર મિલો કે શેરડીનો પાક લેતા ખેડૂતો જીવાદોરી સમાન હોય, ત્યારે શેરડીનો પાક સુગર મિલોમાં નાખ્યા બાદ ઉંચા ભાવની આશા રાખતા હોય છે. ત્યારે બદલાતી જતી પરિસ્થતિએ સુગર મિલોને ખેડૂતોને તેમની મરજી મુજબનો ભાવ આપવા માટે મોટો પડકાર સમાન બાબત બની છે.

૨૦૧૯ -૨૦૨૦ ના વર્ષમાં દક્ષિણ ગુજરાતની તમામ સહકારી સુગર મિલોએ શેરડીના ઉંચા ભાવ આપતા ફરીવાર ઉંચા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ શેરડીનું મોટા પાયે વાવેતર કર્યું છે. ત્યારે હવે હાલની પરિસ્થતિ જોતા ગત વર્ષની સરખામણીએ શેરડીના ટને 250 થી 600 રૂપિયા જેટલો નીચો ભાવ જવાનું સુત્રોનું કહેવું છે.

ગત વર્ષે વ્યવસ્થાપક કમિટીની ચુંટણીનો માહોલ હોવાથી કેટલીક સુગરના વહીવટ કર્તાઓએ મતના રાજકારણમા બજારની જેતે સમયની અને આવનારી પરિસ્થતિને ધ્યાનમાં લીધા વીના ખેડૂત સભાસદોના આકર્ષવા માટે ગણત્રી કરતા ઉંચો ભાવ આપેલો તેવી સુગરના હાલના વહીવટ કર્તાઓની ખેડૂતોને તેમની મરજી મુજબનો ભાવ આપવામાં હાલત કફોડી થાય તો નવાઈ નહી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો