ઓલપાડ તાલુકાના નરથાણ મુકામે કાર્યરત તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાઈ રહેલ રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજ્યભરના અંદાજીત 2050 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
વિગત મુજબ ‘આઝાદીના અમૃત મહોત્સવ’અંતર્ગત રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના નેજા હેઠળ દ્વારા જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી અને ઓલપાડના નરથાણની તાપ્તીવેલી ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુકત ઉપક્રમે ખેલમહાકુંભ હેઠળ રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો. આગામી ગુરૂવાર 12 મી મે સુધી ચાલનાર આ સ્પર્ધામાં રાજયભરમાંથી અંદાજે 2050 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની નવી સ્પોર્ટ પોલિસી અંતર્ગત વિવિધ સ્પોર્ટસ ગ્રાઉન્ડ પર કોચ તથા ટ્રેનિંગની યોગ્ય અને અદ્યતન વ્યવસ્થા ઉભી કરાશે,જેનો લાભ રમતગમત ક્ષેત્રે પોતાની કારર્કીદી બનાવવા માંગતા હજારો ખેલાડીઓને પ્રાપ્ત થશે.
ઉપરાંત રાજયની દિકરી ભાવિનાબેન પટેલનું ઉદાહરણ ટાંકતા કહ્યું કે, કોરોનાકાળમાં લોકડાઉનના સમયે પોતાના નાનકડા રૂમને ટેબલ ટેનિસ માટેનો પ્રેક્ટીસ રૂમ બનાવીને ભાવિનાએ તનતોડ પ્રેકટીસ કરીને ટોક્યો(જાપાન) પેરાલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કર્યો છે.
આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી ખેલમહાકુંભની વિવિધ રમતોમાં ૫૬ લાખ જેટલા ખેલાડીઓએ રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લીધો છે.આ ખેલમહાકુભ માં કેટેગરી,ગૃપ અને વયજુથમાં યુવક-યુવતીઓએ રમતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.