હાથફેરો:કીમ પૂર્વમાં પણ તસ્કરોએ ચાર દુકાનોના શટર તોડ્યા

કીમ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કિમમાં રાત્રે 3 દુકાનના તાળા તોડતા તસ્કરો. - Divya Bhaskar
કિમમાં રાત્રે 3 દુકાનના તાળા તોડતા તસ્કરો.
  • કરિયાણાની અને ચાની દુકાનમાં હાથફેરો કરી ગયા

ઓલપાડ તાલુકાના કીમ ગામે તસ્કરોએ ચાર દુકાનને નિશાન બનાવી હતી, જોકે તસ્કરોને કોઈ મોટો મુદ્દામાલ હાથ ન લાગતા સામાન વેરવિખેર કરી ગયા હતા.ઓલપાડ તાલુકાના કીમ પૂર્વ વિસ્તારમાં સાઈલીલા રેસિડેન્સી આવેલ છે, જેમાં બે કિરીયાણા અને ચાની દુકાન તેમજ એક ખાલી દુકાનના શટર તોડી ગત રાત્રીના ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. ઉપરોક્ત ચારેય દુકાનના શટર તોડી દુકાનમાં પ્રવેશેલા તસ્કરોએ બન્ને કરીયાણાની દુકાનમાંથી એક હજાર તેમજ છૂટક સામાન ચોરી ગયા હતા. ચાની દુકાનનું શટર ઊંચકી પરચુરણ લઈ ગયા હતા.

જોકે એક દુકાન બંધ હાલતમાં હતી. ત્યારે કોઈ મોટી ચોરીની ઘટનાને અંજામ નહી મળતા તસ્કરો સામાન વેરવિખેર કરી ગયા હતા. મોટી ચોરીની ઘટના નહી બનતા સ્થાનિક દુકાનદારોએ રાહતનો દમ લીધો હતો. સદર ચોરી અંગે કીમ પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કીમ વિસ્તારમાં ઘણા સમય બાદ ચારેક દુકાનના એક સાથે શટર ઊંચકી ચોરીની ઘટના બની હોઈ ત્યારે આગામી દિવસોમાં આ તસ્કરો કીમ પોલીસને પરસેવો પડાવે તેવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ ચુસ્ત બનાવાઈ તેવી સ્થાનિકો અપેક્ષા રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...