તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:સિદ્ધનાથ મહાદેવ મંદિર દર્શન માટે ખુલ્લું મુકાયું

ઓલપાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલપાડના સરસ ગામે આવેલું શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર શિવભક્તોના દર્શનાર્થે ખુલ્લું રાખવા મંદિરની ટેમ્પલ કમિટી ઓલપાડ દ્વારા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આદેશ મુજબ દર્શન માટે નીતિ નિયમનોનું ફરજીયાત અને ચુસ્ત પણે પાલન કરી તા. 14- 6-2021ના રોજથી નીચે આપેલ નિયમો મુજબ શ્રી સિદ્ધનાથ મંદિર માત્ર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું હતું.

મંદિર ભક્તોના દર્શનાર્થે સવારે 7: 00 થી બપોરે 1 : 00 વાગ્યા સુધી અને બપોરે 2 : 00 થી સાંજે 6: 30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. કોરોના વાયરસના લક્ષણો ધરાવતા વ્યક્તિ અથવા સંપર્કમાં આવેલા વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં પછીથી જાણ થશે તો કાનૂની પગલાં લેવામાં આવશે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓએ નાળિયેર, પ્રસાદ, ફૂલ, હાર કે છૂટા ફૂલ લાવવા નહીં, મંદિર પરિસરમાં તમામે માસ્ક પહેરવું ફરજીયાત છે તેમજ સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. મંદિરની અંદર દર્શન સિવાય કોઈ પણ અન્ય કાર્ય કરવાની છૂટ નથી તેમજ ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે નહીં, દર્શન કરી દર્શનાર્થીઓએ તરત જ પરત થવાનું રહેશે જેથી તમામ દર્શનાર્થીઓને સરકારની ગાઈડ લાઇન મુજબ દર્શનનો લાભ મળી શકશે. મંદિર તરફથી આપવામાં આવતી તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...