ઓલપાડ તાલુકાના માસમા ગામની એક સોસાયટીમાંથી ભીમ અગિયારસ પર્વ નિમિત્તે ગંજી પાનાંથી હાર-જીત રૂપિયાનો તીનપટ્ટીનો જુગાર રમતા સાત જુગારીઓને કુલ રૂ.9,24,240 મુદ્દામાલ સાથે દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
મળતી વિગતો મુજબ ઓલપાડ પોલીસે શનિવારે બાતમીને આધારે માસમા ગામે સિધ્ધેશ્વરી વિલા સોસાયટીના મકાન નં.223 માં રહેતો પાર્થ કનુ મિસ્ત્રી પોતાના ઘરમાં રેડ કરતા સાત સૌરાષ્ટ્રવાસી જુગારીઓ ઝડપાઈ જવા પામ્યા હતા.
પોલીસે જુગારીઓ પાસેથી દાવ પર લગાવેલ રોકડા રૂપિયા 4900અંગઝડતીથી મળેલ રોકડા રૂપિયા 37340, મોબાઇલ ફોન નંગ-7,જેની કિંમત રૂ.82000,ફોર વ્હીલ કાર નંગ-2,જેની કિંમત રૂ.7.50 લાખ,મો.સા.નંગ-2, જેની કિંમત રૂ.50,000 મળી પોલીસે કુલ રૂ. 9,24,240 નો મુદ્દામાલ કબજે લીધો હતો.આ મામલે પોલીસે સાત જુગારીઓ વિરૂધ્ધ જુગાધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જુગારધામથી ઝડપાયેલા જુગારી
પોલીસે જુગારધામેથી ઝડપયેલ સાત જુગારીઓ પૈકી મુળ પાટણ જિલ્લાના વતની એવા બે સગા ભાઈ પૈકી પાર્થ કનુ મિસ્ત્રી તથા શૈલેષ કનુ મિસ્ત્રી (હાલ બંન્ને રહે માસમા, ઓલપાડ), પ્રતિક કાનાણી (હાલ રહે કતારગામ,સુરત), ભાવિન ચકલાસીયા (હાલ રહે સિંગણપુર ચાર રસ્તા, કતારગામ, સુરત), કેતન પાલડીયા(હાલ રહે કતારગામ સુરત), બિપીન ગોંડલીયા (હાલ રહે વેડ રોડ, સુરત), સંજય રાઠોડ(હાલ રહે વેડ રોડ, કતારગામ,સુરત)ને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.