તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઇસનપોર ફાર્મહાઉસમાં બર્થડે ઉજવતાં સૂર્યા બંગાલી સહિત સાતની ધરપકડ

ઓલપાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પકડાયેલ આરોપી - Divya Bhaskar
પકડાયેલ આરોપી

રાત્રિ કરફ્યુ હોવા છતાં માથાભારે સુર્યા બંગાલીનો આતશબાજી અને સાઉન્ડ સિસ્ટમ સાથે ફાર્મહાઉસમાં બર્થડે પાર્ટીનો વીડિયો વાયરલ થતા ઓલપાડ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. 25 ડિસેમ્બરે માથાભારે ડેબબ્રથ ઉર્ફે સુરજ ઉર્ફે સુર્યા બંગાલી વિશ્વનાથ બસક (એ-૨ દામોદર એપાર્ટમેન્ટ ,ગોપીપુરા)એ તેના બર્થડેની ઉજવણી કરવા ઓલપાડના ઇસનપોર ગામે વિક્ટોરિયા વિલાનો 22 નંબરનો બંગલો બે દિવસ માટે ભાડે રાખ્યો હતો. આ બંગલો મોરાભાગળ ખાતે રહેતો ફાલ્ગુન મેથીવાલાનો છે.

આ બંગલામાં સુર્યાએ ટોળા ભેગા કરી ડીજે અને આતશબાજી કરીને બર્થડેની ઉજવણી કરતો વીડિયો વહેતો થયો હતો. જેના પગલે હરકતમાં આવેલી ઓલપાડ પોલીસે સુર્યા બંગાલી સહિત પવન પટેલ, સંજય દાવરા, પ્રતિક સાગર , પ્રતિક સોલંકી, નરેશ મોટવાણી અને બંગલાના માલિક ફાલ્ગુન મેથીવાલા મળી કુલ 7 લોકો વિરૂદ્ધ ગુનો નોંધવા સાથે તમામની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો