તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સુરત ગ્રામ્યનુંં સંવેદનશીલ ઓલપાડ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ PSIના ભરોસે

ઓલપાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉપરા છાપરી મોટાપાયે દારૂ પકડાતા અનેકનો ભોગ લેવાયો છે

સુરત ગ્રામ્ય પોલીસનું સૌથી અતિ સંવેદનસીલ ગણાતું ઓલપાડ પોલીસ સ્ટેશન કે જે સુર શહેરને અડીને આવેલું હોવાથી ઓલપાડ તાલુકાના ગામોમાં અનેક પ્રકરણ ગંભીર પ્રકારના ગુના ઓ બનતા આવ્યા હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમાટે બાહોશ અને અનુભવી પોલીસ અધિકારીની જરૂર હોય તેના બદલે હાલ કેટલા મહિનાઓથી ઓલપાડ પોલીસ સ્ટેશનનો કારભાર ઇન્ચાર્જ પી.એસ.આઈ ના ભરોસે ચાલી રહ્યો છે.

ઓલપાડ પોલીસ સ્ટેશનની સાયણ ચોકીની હદમાં ઉપરા છાપરી મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો પકડાવાની ઘટનામાં અત્યાર સુધી અનેક અધિકારીઓ અને કર્મચારીઓનો ભોગ લેવાયો છે.

અત્રે ઉલેખનીય છે કે સુરત શહેરને અડીને આવેલ અને મોટો કાર્યક્ષેત્ર ધરાવતા ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહીબીશન સાથે ઘડફોડ ચોરી, વાહન ચોરી, અપહરણ, જુગાર સહિતના અનેક ગંભીર ગુનાઓ બની રહ્યા છે. ત્યારે ગંભીર પ્રકારના ગુનાઓ થતા રોકવા માટે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં અનુભવી અને બાહોશ અધિકારીની જરૂર હોય ત્યારે હાલ 4 મહિનાથી ઓલપાડ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પી.એસ.આઈ એ.બી મોરી ને ભરોસે છોડવામાં આવ્યું છે.

લોકડાઉનમા કીમ વિસ્તારમાં દુકાનદારો અને વેપારીઓને ખોટી હેરાન કરવાની ઘટનામાં ફરિયાદ થતા વિવાદમાં આવેલા એ.બી મોરી ની બદલી થયા બાદ ઓલપાડ પોલીસ સ્ટેશનના પી.આઈ સસ્પેન્ડ થતા મોરીને ઇન્ચાર્જ તરીકે મુકવામાં આવ્યા છે ત્યારથી પોલીસ સ્ટેશન નો કારભાર ટલ્લે ચઢ્યો છે. ઓલપાડ પોલીસ સ્ટેનમા જૂની અરજીઓ અને અન્ય ગંભીર ગુનાઓ મા અરજદારો અને ફરિયાદીઓ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા છતાં કામો નથી થતા જેથી ઓલપાડ તાલુકાની જનતાએ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં કાયમી પી.આઈની નિમણૂંક કરવાની માંગણી કરી છે.

મહત્વની બાબત મુજબ સુરત શહેરને અડીને આવેલ અને સુરત ગ્રામ્ય પોલીસમાં સૌથી મોટો કાર્યક્ષેત્ર ધરાવતા ઓલપાડ પોલીસ સ્ટેશનમાં બનેલા અનેક ગંભીર ગુનાઓ આજદિન સુધી નથી ઉકેલાયા એટલુજ નહીં પણ દિન પ્રતિદિન ગુનાઓ મા વધારો થવાને લઈને જો હવે કાયમી અધિકારીની નિમણુંક કરવામાં ન આવેતો તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વધુ બગડે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો