રેસ્ક્યુ:ઓલપાડ તાલુકામાં શિડ્યુલ વનનો ઇન્ડિયન પાઈથન મળી આવ્યો

ઓલપાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અરબી સમુદ્રના કાંઠે આવેલા ઓલપાડ તાલુકાના ગામોમાંથી અત્યાર સુધી જુદી જુદી જાતિના 30 થઈ વધુ ખાનગી સંસ્થાએ રેસ્ક્યુ કર્યા છે. ત્યારે જંગલ વિસ્તારના ગામોમાં મળી આવતો અને દુર્લભ પ્રજાતિ એવી ઇન્ડિયન પાઈથન હવે ઓલપાડ તાલુકામાંથી મળી આવ્યો છે.

ઓલપાડના સરસ ઓરમાં રોડ નજીક ઓએનજીસી નજીકના બ્રિજના નાકે એક ભારતીય અજગર મળી આવ્યો હતો. આ અંગે ઓલપાડનું સર્પ સુરક્ષાને કોલ મળતા ઓલપાડના વોલેન્ટીયર વેદાત લાલા સ્થળ પર પહોંચી ગયા હતા અને અજગર ને પકડી લીધો હતો. આ અંગે સર્પ સુરક્ષા સંસ્થાના ઓલપાડના રજનીકાંત ચૌહાણે આ અજગર અંગે જણાવ્યું હતું કે આ ભારતીય અજગર (ઇન્ડિયન રોક પાયથન) મળી આવ્યો છે જે ઓલપાડ થી પ્રથમવાર મળી આવ્યો હતો . આ ભારતીય અજગરની લંબાઈ 7.5 ફૂટની અને વજન 5.50 કિલોનું છે. આ ત્રણ પ્રકારના અજગર હોય છે જેમાં આ ભારતીય અજગર ઇન્ડિયન રોક પાયથોન છે જે ગુજરાતમાં આ એક જ જાતનો અજગર મળે છે. આ સિવાય બીજા બે અજગર જાડી દાર અજગર અને બરમીજ અજગર પણ મળે છે . અમે આ અજગર શિડ્યુલ વનનો હોય તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...