કાર્યવાહી:સાયણની ઇન્ડ. એસ્ટેટમાં ખોટો દસ્તાવેજ બનાવી પ્લોટ વેચનાર પાંચ વિરુદ્ધ ગુનો

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લોટ માલિકનું અવસાન અને વારસદારો વિદેશમાં રહે છે

સાયણ ગામે આવેલી ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ ધરાવનાર મૂળ માલિકનું અવસાન થવા સાથે તેના વારસદારો વિદેશમાં હોવાથી પ્લોટ પચાવી પાડવા સાથે તેને ખોટા પુરાવાઓને આધારે વેચી દેવાનો પ્લાન બનાવી આરોપીઓને ખોટા પુરાવાને આધારે વેચાણ દસ્તાવેજ બનાવી પ્લોટ વેચાણ કરી ગુનાહિત કૃત્ય કરવામાં ઓલપાડ પોલીસે પાંચ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મનીષભાઈ નટવરભાઈ પટેલ ઉ.વ.૪૫ ધંધો ખેતી રહે , પુણા સુરત શહેર તા.ચોર્યાસી જી.સુરત નાં ઓએ ઓલપાડ પોલીસના નોંધાવેલી ફરિયાદની હકીકત એવી કે. મોજે સાયણ, ગામે ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ” ના પ્લોટ નં.૩૧ તા.ઓલપાડ જી.સુરતના મુળ માલીક જગજીવનભાઈ પરાગજીભાઈ પટેલનું તા.16/04/2013ના રોજ અવસાન થયુ હોય.

તથા તેમના વારસદારો વિદેશમાં રહેતા હોવાની જાણતા હોવા છતા પોતાનો ઈરાદો પાર પાડવાના હેતુથી ગુનાહિત કાવતરૂ રચી ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નં.31 નો ખોટો બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી જે ખોટા વેચાણ દસ્તાવેજ આધારે આરોપી જસ્મીન જમનભાઈ કથીરીયા નાઓએ પ્લોટ વેચાણ રાખી તથા વેચાણ આપનાર તરીકે આરોપી કાળુભાઈ ઉર્ફે બચુભાઈ રામાભાઈ ભરવાડએ જગજીવનભાઈ પરાગજીભાઈ પટેલ તરીકે ઓળખ આપનાર અજાણ્યો ઈસમ ઉભો કરી જે ઈસમે મર્હુમ જગજીવનભાઈ પરાગજીભાઈ પટેલનુ ઠગાઈ કરવાના હેતુથી ખોટુ નામ ધારણ કરી મર્હુમ જગજીવનભાઈ પટેલની ખોટી સહીઓ કરી.

તેમજ પ્રભુ પ્રકાશ માધવભાઈ તથા ખોડુભાઈ રધાભાઈ ભરવાડએ રજી.વેચાણ દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરી સદર ખોટા બનાવટી દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી જે બોગસ બનાવટી દસ્તાવેજ ઓલપાડ સબ રજીસ્ટાર કચેરી ખાતે સી.નં.11412/2017 તા.26/07/2017 થી રજીસ્ટર કરાવી ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી ગુનાહિત કૃત્ય કરવા બદલ ઓલપાડ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

ગુનો કરનાર મુખ્ય આરોપીના નામ
જસ્મીન જમનભાઈ કથીરીયા રહે.5,રાજાનંદ નગર સોસાયટી-3, કતારગામ સુરત, પ્રભુ પ્રકાશ માધવભાઈ રહે.22,સીતારામ નગર, નવાગામ ડીંડોલી , સુરત,ખોડુભાઈ રઘાભાઈ ભરવાડ રહે.સિવાણગામ તા.ઓલપાડ જી.સુરત, કાળુભાઈ ઉર્ફે બચુભાઈ રામાભાઈ ભરવાડ રહે.142 બજરંગ નગર સોસાયટી, કાઠીયાવાડી ટેકરાની પાછળ, તાડવાડી, વરીયાવ સુરત, જગજીવનભાઈ પરાગજીભાઈ પટેલ તરીકે ઓળખ આપનાર અજાણ્યો ઈસમ જેના નામઠામ જણાયેલ નથી

અન્ય સમાચારો પણ છે...