તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Olpad
 • Sayan Sugar's Current President's Panel Captures 13 Out Of 16 Seats, Decides To Re elect Rakesh Patel As President, 31st Seat For Vice president

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણામ:સાયણ સુગરના વર્તમાન પ્રમુખની પેનલે 16માંથી 13 બેઠક કબજે કરી, પ્રમુખપદે રાકેશ પટેલની ફરીવાર વરણી નક્કી, ઉપપ્રમુખની પસંદગી માટે 31મીએ બેઠક

ઓલપાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સાયણ સુગરની ચૂંટણીમાં મતદાન પરિણામ જાહેર થતા વિજેતા ઉમેદવાર વિજય ઉત્સવ મનાવ્યો. - Divya Bhaskar
સાયણ સુગરની ચૂંટણીમાં મતદાન પરિણામ જાહેર થતા વિજેતા ઉમેદવાર વિજય ઉત્સવ મનાવ્યો.
 • સાયણ સુગરની16 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 5 વર્તમાન ડિરેક્ટરો સાથે અન્ય નવા ચહેરાઓને મોકો મળ્યો
 • વિજેતા જાહેર થયા બાદ ઉમેદવારોનો ઉત્સાહ સાગમટે ઝળકી ઉઠ્યો હતો

સાયણ સુગરની વ્યવસ્થાપક સમિતિ માટે યોજાયેલી ચૂંટણી બાદ રવિવારે સુગર ફેકટરી ખાતે થયેલ મત ગણતરીમાં પૂર્વ પ્રમુખ રાકેશ પટેલ પેનલના 13 ઉમેદવાર સાથે વિજેતા થયા જ્યારે વર્તમાન ડિરેક્ટરો પૈકી ૫ ની જીત જ્યારે 3 ની હાર સાથે અન્ય કેટલાક નવા ચહેરાઓ ને સંસ્થામાં સેવા કરવાનો મોકો મળ્યો છે.

સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી ની વ્યવસ્થાપક સમિતિની આગામી 5 વર્ષની પસંદગી બાબતે મતદાન પક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે 18 બેઠક પૈકી પિપોદરા અને રાંદેર ઝોન મળી 2 બેઠક બિન હરીફ થયા બાદ શનિવારે 16 બેઠક પર 45 ઉમેદવારો મળી 27 બુથ પર ચૂંટણી પક્રિયા હાથ ધરતા 83.87 ટકા મતદાન થયા બાદ રવિવારે સવારથી સાયણ સુગર ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વર્તમાન પ્રમુખ રાકેશ ઠાકોર પટેલ 65 મતે વિજેતા થવા સાથે તેમની પેનલના જનરલ બેઠક 4 ઉમેદવારો સાથે 12 બેઠક પર ભવ્ય વિજય મળ્યો.

જ્યારે વર્તમાન ડિરેક્ટરો પૈકી સૌની નજર હતી તેવા સાંધીએર ઝોન પર કોંગ્રેસના કદાવર નેતા અને સહકારી આગેવાન દર્શન પટેલની સૌથી વધુ 233 મતોથી જીત થવા સાથે કુડસદ બેઠક પર માજી પ્રમુખ કેતનભાઈ પટેલ ચૂંટણી જંગમાં હોય કાંટાની ટક્કર વાળી કુડસદ બેઠક પર કેતન પટેલની 38 મતથી જીત થયેલ. જ્યારે સાયણ સુગરના વર્તમાન પ્રમુખ પૈકી 5 ડિરેક્ટરોની જીત જ્યારે 3 ડિરેક્ટરોની હાર થવા સાથે અનેક નવા ચહેરાઓને સંસ્થામાં સેવા કરવાનો મોકો મળ્યો છે. પરિણામ પણ આશા કરતા એકદમ અનોખું આવતા સહકારી રાજકારણ માં ગરમાટો આવ્યો છે.

ભાજપના મનહર પટેલની હાર : ભટગામ ઝોનથી ભાજપ સંગઠન મહા મંત્રી મનહરભાઈ ખુશાલ પટેલ કે જેઓ અન્ય સહકારી સંસ્થા સાથે જોડાયેલા હોય તેમની હાર થવા સાથે સાંધીએર ઝોન પર ધારાસભ્ય મુકેશ પટેલના ટેકાવાળો ઉમેદવાર વિરલ પટેલની પણ કારમી હાર થઇ છે.

અબ્રામા અને કામરેજ બેઠક પર પાતળી બહુમતી : અબ્રામા અને કામરેજ બેઠકનું પરિણામ ચોંકાવનારું આવ્યું. કામરેજ બેઠક પર ધર્મેશ પટેલ માત્ર 3 મતે જ્યારે અબ્રામા બેઠક પર વીનેસ બાબુ પટેલની માત્ર 2 મતથી જીત થઈ હતી.

માસમા બેઠકના ઉમેદવારને માત્ર પોતાનો જ મત મળ્યો: કામરેજ સુગરની ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખ્યા બાદ રમેશ ખુશાલભાઈ પટેલે સાયણ સુગરની ચૂંટણીમાં માસમા બેઠક પરથી ઉમેદવારી કરી હતી જેને માત્ર 1 જ મત મળ્યો હતો.

વિજેતા ઉમેદવારો અને તેમને મળેલા મતો
ભટગામ
મનુભાઈ પટેલ, ભાદોલ - 258
કુડસદ
કેતનભાઈ પટેલ, કુડસદ - 344
સાયણ
રાકેશભાઈ પટેલ, દેલાડ -267
સીથાણ
દીપેશ પટેલ, ખલીપોર -208
સાંધીયેર
દર્શન નાયક, સાંધીયેર -401
માસમા
નરેન્દ્ર પટેલ, શેરડી -274
રાંદેર
કિરીટભાઈ પટેલ, પાલગામ, સુરત બિન હરીફ
છાપરા ભાઠા
સ્નેહલ પટેલ,છાપરાભાઠા - 192
વરાછા
મનીષ પટેલ, કોસાડ - 196
અબ્રામા
વીનેશ પટેલ, અબ્રામા -138
કામરેજ
ધર્મેશભાઈ પટેલ, કઠોર -119
વાવ
અંકુર પટેલ, પાસોદરા -88
દિગસ
નવીનચંદ્ર પટેલ, વિરપોર - 114
પીપોદરા
ભરતસિંહ માધુસિંહ ઠાકોર, મોટી નરોલી બિન હરીફ
નાના સીમાંત
અરવિદ પટેલ, કુડસદ -3799
અનુ જાતી , જન જાતિ
પ્રવીણ સુરતી, ઉમરા -3566
મહિલા અનામત- 1
નર્મદાબેન પટેલ, ભટગામ -3566
મહિલા અનામત-2
નયનાબેન પટેલ, કામરેજ - 3675

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો