તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સાયણ સુગરે મે મહિનામાં પિલાણ થનારી શેરડી પર પ્રતિટન 60નું ઇન્સેન્ટીવ વધાર્યું

ઓલપાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત સભાસદોને હવે રૂપિયા 140ની જગ્યાએ 200 ઇન્સેન્ટીવ અપાશે

દક્ષિણ ગુજરાતની સુગર મિલોમા શેરડીની કાપણી લંબાતા ખેડૂતોને ઇન્સેન્ટીવ પેટે નક્કી કર્યા મુજબ વધારાની રકમ ચૂકવાતી આવી છે ત્યારે હાલ ચાલી રહેલી પીલાણ સીઝનમાં સાયણ સુગરે મે-2021 મા શેરડી પીલાણ થવાની હોય તેવા ખેડૂતોને ઇન્સેન્ટીવ પેટે 60 રૂપિયાનો વધારો આપવાનો ખેડૂત સભાસદોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેને લઇ ખેડૂતોમાં આનંદ છવાયો છે.

દક્ષીણ ગુજરાતની સહકારી ધોરણે કાર્યરત સુગર મિલો પૈકી મહત્તમ સુગર મિલોની પીલાણ સીઝન પૂર્ણ થતા ફેક્ટરી બંધ કરી દેવામાં આવી છે જયારે સાયણ સુગર જેવી કેટલીક સુગર મિલોમાં હજુ પીલાણ કામગીરી ચાલી રહી છે. ચાલુ પીલાણ સીઝન દરમિયાના શેરડીનું મોટા પાયે ઉત્પાદન અને વાવેતર મા વધારો થતા સુગર મિલો પાસે પણ શેરડીનો ક્ષમતા કરતા વધારે પુરવઠો આવ્યો છે. દક્ષિણ ગુજરાતની અગ્રગણીય શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી મા ચાલુ પીલાણ સીઝનમાં હજુ 3000 એકર મા શેરડી ઉભી છે જેની યુદ્ધના ધોરણે કાપણી ચાલી રહી છે.

અત્રે ઉલેખનીય છે કે દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલોમા શેરડીની કાપણી લંબાતા ખેડૂત સભાસદોને વળતર પેટે વધારાનું ઇન્સેન્ટીવ આપવાનું નક્કી કરવામાં આવ્યું હોય ત્યારે હાલ ચાલી રહેલી પીલાણ સીઝનમાં સાયણ સુગર ફેક્ટરી વ્યવસ્થાપક સમિતિએ કરેલા નિર્ણય મુજબ મે-2021 મા શેરડી પીલાણ થવાની હોય તેવા ખેડૂતોને ઇન્સેન્ટીવ પેટે 60 રૂપિયાનો વધારો આપવામા આવશે.

અત્યાર સુધી મેં મહિનામાં પીલાણ થતી શેરડીના ઇન્સેન્ટીવ પેટે રૂપિયા 140 આપવામાં આવતા હતા તેમાં આ વર્ષે 60 રૂપિયાનો વધારો થતા હવે ખેડૂત સભાસદોને ઇન્સેન્ટીવ પેટે 200 રૂપિયા મળશે. ત્યારે ઇન્સેન્ટીવ મા 60 રૂપિયાનો વધારોએ ખેડૂત સભાસદોના હિતનો મહત્વનો નિર્ણય કરવામાં આવતા ખેડૂત સભાસદોમાં આનંદનો માહોલ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...