સુરત જીલ્લાના ઓલપાડ, કામરેજ, ચોર્યાસી અને માંગરોલ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન ધી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી ની વર્ષ:૨૦૨૧-૨૨ ની પિલાણ સિઝન દરમ્યાન ચાલુ પિલાણ સિઝનમાં કુલ ૧૧.૦૧ લાખ ટન શેરડીનું પિલાણ પૂર્ણ કરી સુગરની મીલ બંધ કરી છે.
ઓલપાડ તાલુકાના સાયણ મુકામે કાર્યરત ખેડુતોની આર્થિક કામધેનું ગણાતી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ગત વર્ષની પિલાણ સિઝન દરમ્યાન કુદરતી આફત્તનો વારંવાર ભોગ બની હતી.આ ઉપરાંત બીન સભાસદો અને ખેડુતોએ વાવેતર કરેલ વધારાની શેરડીની કાંપણી કરતા ખેડુતોના ખેતરમાં શેરડી ઉભી રહી જવા પામી હતી.જો કે સુગર સંચાલકોએ અસરગ્રસ્ત ખેડુતોને યોગ્ય વળતર આપતા ખેડુતોને આર્થિક રાહત જરૂર મળી હતી.જયારે આવી કપરી પરિસ્થિતિમાં પણ સુગર સંચાલકો ગત વર્ષે ખેડુતોને શેરડીનો પોષણક્ષમ ભાવ આપવા દક્ષિણ ગુજરાતમાં ત્રીજા ક્રમે રહ્યા હતા.
જો કે ચાલુ વર્ષની પિલાણ સિઝન દરમ્યાન પણ શેરડીનું વધુ વાવેતર જણાતા કેટલાક જાગૃત ખેડુત સભાસદો ફરી ખેડુતોના ખેતરમાં શેરડી ઉભી રહી જશે જ તેવી દહેશત સેવી રહ્યા હતા.પરંતુ સુગરની વહીવટી કુનેહના પગલે શેરડી કટિંગ સુપેરે પાર પડાયું હતું. જો કે ચાલુ વર્ષે શેરડી કટિંગ દરમ્યાન કુદરતે પણ સાથ આપતા મીલ”ક્લીન ડે”સિવાય બંધ રહેવા પામી ન હતી.જેના પગલે ચાલુ વર્ષે સાયણ સુગરની મીલે ગત શુક્રવાર,તા-૬ મે ના રોજ સાંજે ૬:૧૫ કલાકે પિલાણ પૂર્ણ કરતા કુલ ૧૧, ૦૧૪૫૨. ૯૨૬ ટન શેરડીનું પિલાણ કરવામાં સફળતા મળી હતી.જેના પગલે સુગરના સભાસદો,કર્મચારી ઓમાં આનંદની લહેર વ્યાપી જવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.