ભેજાબાજ ચીટર ટોળકી:સાયણ સુગર ગ્રાહક ભંડારમાંથી ચેક આપી તેલના ડબ્બા લઈ જઈ મહિલાની છેતરપિંડી

ઓલપાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભંડારો કરવાનો હોવાનું કહેતા ડબ્બા આપ્યા બાદ ચેક રિટર્ન થતા ઘટના સામે આવી

ઓલપાડ તાલુકાના સાયણ ગામે સહકારી મંડળીની દુકાનેથી ચેક આપી તેલના ડબ્બા લઈ જઈ ભેજાબાજ મહિલાએ ચાલાકીથી છેતરપીંડી કરવાની ચોંકાવનારી ઘટના નોંધાતા સાયણ વિસ્તારના દુકાનદારોમાં ફફડાટ મચ્યો છે.

સાયણ ખાંડ કર્મચારી ગ્રાહક સહકારી ભંડાર લી. સાયણ બજાર ખાતે કાર્યરત હોય છે. ત્યારે ગત 4 ઓગસ્ટના રોજ એક અજાણ્યો પુરુષ અને મહિલા ભંડારની દુકાન પર આવી તેલના ડબ્બાનો ભાવતાલ કરવા સાથે હાલ શ્રાવણ મહિનો હોવાથી મંદિરે પૂજા વિધિ સાથે ભંડારો કરવાનો હોય જેથી તેલના ડબ્બાની જોઈતા હોય ચેક પર ડબ્બા આપવાનું કહેતા ફરજ પરના કર્મચારીએ મહિલાની વાતમાં આવી જઇ રૂપિયા 38500નો અમદાવાદની બેંકનો ચેક લઈને 15 જેટલા તેલના ડબ્બા આપતા મહિલા ટેલના ડબ્બા રિક્ષામાં મૂકી ચાલી ગયેલી. ત્યાર બાદ ચેક બેંકમાં ક્લિયરિંગ માટે જમા કરાવતા ખાતામાં પૈસા ન હોવાથી ચેક રિતન થતા મહિલા તેલના ડબ્બાના બદલામાં ચેક આપી છેતરી ગયાનું નોંધાયું હતું. આમ મંદિરમાં પૂજા પાથ સાથે ભંડારો કરવાના બહાને ચેકથી તેલના રૂપિયા 38500ના ડબ્બા જે રિક્ષામાં મહિલા મૂકીને લઈ ગયેલી તે ઓટો રીક્ષા ચાલની પૂછપરછ કરતા તેણે રીક્ષા ભાડુ લઈને તેલના ડબ્બા નવી પારડી ગામે નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી રાજ હોટલ નજીક ઉતારી આવેલ અને ત્યાંથી એક ટેમ્પોમાં ડબ્બા લઈ જવાયેલા ત્યારે મહિલા બાબતે ઓટો રીક્ષા ચાલક પણ અજાણ હોવાનું નોંધાતા મંડળીના સંચાલકો મહિલાની શોધમાં લાગી ઘટના બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા ઓલપાડ પોલીસમાં અરજી આપી હતી.

આમ બજારમાં રોકડ રકમ સાથે કામની અને કિંમતી ચીજ વસ્તુ છેતરપિંડી કરી લઈ જવા સક્રિય બનેલા ચીટરોમાં હવે મહિલાઓ સામેલ થતા વાત કરવાની આવડતથી દુકાનદારને ભોળવી ચેક આપી વસ્તુ ખરીદી કરી છેતરપિંડી કરવાની ચોંકાવનારી ઘટના સામે આવતા દુકાનદારો ફફડી ઉઠ્યા છે.

CCTVમાં દેખાતી મહિલા અને ચેક આપતો તેનો સાગરીત
ચીટર મહિલા સાતીર અને ભેજાબાજ હોવાનું cctv કેમેરામાં રેકોર્ડ થયેલા ફૂટેજ પરથી નોંધાયું છે. લેધર પાકીટ લઈને એક સાગરીત સાથે આવેલી મહિલા મોબાઈલ ફોન પર કોઈ સાથે સતત વાત કરી રહી હોય તેના પરથી તેને કોઈ માહિતી આપતું હોવાનું નોંધાય છે. આટલું જ નહિ પણ મહિલાએ ચેક આપતા મેનેજરે તેને તેલના ડબ્બાનું બિલ પણ આપ્યું હોવાનું દેખાય છે. ત્યારે ઘટના બાબતે પોલીસ થોડી ગંભીર બની તપાસ કરે તો ઘટના ઉકેલાઈ તેમ છે.

અન્ય સમાચારો પણ છે...